

વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના મોટા કરાળા ગામે નકલી પોલીસ બનીને આવેલાં ત્રણ ઇસમોને શિનોર પોલીસે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ વડોદરા શહેર ખાતે રહેતા વિક્રમ વસાવા,જયેશ રાજમલ અને નિલેશ દેવળે ઈક્કો કાર લઈને પોઇચા સ્વામીનારાયણ મંદિર ખાતે દર્શન માટે આવેલા હતાં.આ દરમિયાન ત્રણેવ ઈસમો પાસે પૈસા ખૂટી ગયા હતા.જેથી ત્રણેવ ઈસમોએ શિનોર તાલુકાના મોટા કરાળા ગામે રહેતા અશોક વસાવાને ઘરે નકલી પોલીસ બનીને નકલી રેડ કરી હતી.જ્યા ફરિયાદી અશોક વસાવાને જણાવેલ કે તમે દારૂની પ્રવુતિ સાથે સંકળાયેલા છો તેમ પૈસા ની માંગ કરી હતી.જો કે ફરિયાદી અશોક વસાવાને ત્રણેવ ઈસમો ઉપર શંકા જતાં બનાવ અંગેની જાણ શિનોર પોલીસ ને કરી હતી .જેની જાણ થતાં જ શિનોર પોલીસ સ્ટાફના માણસો મોટા કરાળા ગામે પહોંચી ગયા હતા.જ્યા નકલી પોલીસ બનીને આવેલા વડોદરા શહેરના ત્રણેવ ઈસમો ને ઝડપી ,ગુનામાં વપરાયેલ ઈક્કો કાર ને શિનોર પોલીસે કબ્જે કરી કાયદસરની કાર્યવાહી હાથ ધરી છે.
ફૈઝ ખત્રી…શિનોર









