
જુના ફોટા પતિને બતાવી દેવાની ધમકી આપી વારંવાર શારીરિક સંબંધો બાંધ્યા
વડોદરા,તા.18 મે 2023,ગુરૂવાર
કરજણ તાલુકામાં રહેતી યુવતીને એક વર્ષ પહેલા કરજણ નવા બજારમાં રહેતો વસીમ સિકંદર દિવાન અજમેર લઈ ગયો હતો અને બંનેએ એકબીજાની સાથે ફોટા પાડ્યા બાદ વસીમેં આપણે બંને નીકાહ કરીશું તેમ જણાવ્યું હતું. પરંતુ બાદમાં વસીમે નિકાહ નહીં કરતા યુવતીએ અન્ય લગ્ન કરી લીધા હતા. આ વાતની જાણ વસીમને થતા તે યુવતીના ઘરે પહોંચી ગયો હતો અને યુવતીને જુના ફોટા બતાવી આ ફોટા તેના પતિને બતાવી દેવાની ધમકી આપી ઘરનો દરવાજો બંધ કરી યુવતી પર બળાત્કાર ગુજાર્યો હતો. આ ઘટના બાદ વસીમ તેના પતિને ફોટા બતાવી દેવાની ધમકી આપી વારંવાર દુષ્કર્મ ગુજારતો હતો. આ અંગે યુવતીએ કરજણ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ કરી છે.

[wptube id="1252022"]









