VADODARAVADODARA CITY / TALUKO

મણીપુરમા ચાલતી હિંસાને લઈને ગુજરાતમાં શાંતિપૂર્ણ રીતે પ્રદર્શન

મણીપુરમાં ચાલતી હિંસાને લઈને વડોદરામાં રહેતા મણીપુરવાસીઓએ શાંતિપૂર્ણ રીતે કમાટીબાગ બેન્ડ સ્ટેન્ડ ખાતે પ્રદર્શન કર્યું હતું. જેમાં બંને સમુદાયને શાંતિ માટે અપીલ કરી હતી. ઉલ્લેખનીય છે કે મણીપુરમાં બે સમુદાય મૈતેયી અને કુકી વચ્ચે અનામતના મુદ્દે ચાલતી હિંસાને લઈને ભડકે બળી રહ્યું છે.

તમને જણાવી દઈએ કે, ગઈકાલે કેન્દ્રીય રાજ્ય મંત્રીનું પણ ઘર સળગાવી દેવામાં આવ્યું હતું. સદનસીબે તેઓ કોચી પ્રવાસે હતા. જેથી કોઈ જાનહાનિ થઈ ન હતી. તેઓએ પણ શાંતિની અપીલ કરી છે. ત્યારે આજે વડોદરાના કમાટી બાગ બેન્ડ સ્ટેન્ડ નજીક મણિપુરના લોકો એકત્રીત થયા હતા અને શાંતિ માટે અપીલ કરી હતી.

મૈતેયી સમુદાય માને છે કે આ દરજ્જો મળ્યા પછી જ તે પર્વતીય વિસ્તારોમાં જમીન ખરીદી શકશે. આદિવાસી આ હિલચાલથી મણીપુરનો આદિવાસી સમુદાય ભડકી ગયો, જો મૈતેયી સમુદાયને એસટીનો દરજજો મળશે તો સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં આદિવાસીઓએ વંચિત રહી જવું પડશે એવો ડર લાગવા માંડયો. કેટલાકે આદિવાસીઓને ડરાવી દેતા હિંસક વિરોધ પર ઉતરી આવ્યા પરિણામે હિંસા ફાટી નીકળી હતી. જેમાં 40થી વધુ લોકોના મોત નિપજ્યા છે.

[wptube id="1252022"]
Back to top button