VADODARAVADODARA CITY / TALUKO

સસરાને આપેલા ઉછીના રૂપિયાની ઉઘરાણીમાં પુત્રવધુ પર બળાત્કાર

વડોદરાના વાઘોડિયા રોડ વિસ્તારમાં રહેતી અને શાકભાજીનો પધારો કરતી મહિલાના સસરાને ઉછીના આપેલા રૂપિયાની ઉઘરાણી માટે બે આરોપીઓએ મહિલાનું કારમાં અપહરણ કરી બળાત્કાર ગુજાર્યો હતો.

વાઘોડિયા રોડ વિસ્તારમાં રહેતી 29 વર્ષની મહિલાએ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે નાલંદા સ્લમ ક્વાર્ટર્સમાં રહેતા વિપુલ સુરેશભાઈ વાઘેલા ત્રણ મહિના પહેલા મારા શાકભાજીના પથારા પર આવ્યો હતો અને મને કહ્યું હતું કે તારા સસરાએ મારા પાસેથી 50000 રૂપિયા લીધા છે તે મને પરત કરી દે.. મારા સસરાએ તેની પાસેથી રૂપિયા લીધા છે કે નહીં તેની મને ખબર ન હતી. જેથી મેં તેને એવો જવાબ આપ્યો હતો કે તે જેને રૂપિયા આપ્યા હોય તેની પાસે માંગ.. ત્યારબાદ હું પથારાનું કામ પૂરું કરીને ચાલતા ચાલતા મારા ઘરે જતી હતી. તે દરમિયાન વિપુલ તથા અમિત બોલેરો કાર લઈને આવ્યા હતા અને મને જબરજસ્તીથી કારમાં બેસાડી દઈ ઝાડી પાસે લઈ ગયા હતા. મારા પતિને મારી નાખવાની ધમકી આપી મારી પર બળાત્કાર ગુજારીયો હતો. અને ત્યારબાદ એવું કહ્યું હતું કે તું આ વાત કોઈને કહીશ તો તને માતાજીના સોગંદ છે.

પરંતુ મારી સાથે અઘટિત થયું હોય મેં ઘરે જઈને મારા પરિવારને વાત કરી હતી. મારા પરિવારે સમાજના માણસોને બોલાવ્યા હતા પરંતુ આ બંને આરોપીઓ આવ્યા ન હતા.

[wptube id="1252022"]
Back to top button