VADODARAVADODARA CITY / TALUKO

Girimal Chavda : ગિરિમાલસિંહ ચાવડાનું પુસ્તક “પ્રેરણા પંથે” નું લોકાર્પણ કરવામાં આવ્યું

દશેરા ના પાવન પ્રસંગ નિમિત્તે સૌરાષ્ટ્ર કચ્છ રાજપુત એસોસિએશન વડોદરા દ્વારા આયોજિત વિજયાદશમી શસ્ત્ર પૂજન સન્માન સમારોહ તથા ગિરિમાલસિંહ સુરુભા ચાવડા કોયલાણા ઘેડ (લેખક ફિલ્મ અને નિર્માતા) નું પુસ્તક “પ્રેરણા પંથે” નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે માનનીય શ્રી અનુપમસિંહજી ગહલૌત‌ (IPS) હાજરી આપી હતી અને અતિથિ વિશેષ ડોક્ટર પ્રફુલ્લબા જાડેજા (પ્રોફેસર જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન -જામનગર) તથા શ્રી કે બી જાડેજા (પ્રમુખ શ્રી SKRA), શ્રી પરાક્રમસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ ચુડાસમા (IPS), એમ એચ જાડેજા (IPS), શ્રી કાળુભા પરમાર (પ્રમુખ શ્રી મુળી ચોવીસી) મહિપાલસિંહ ગોહિલ (પ્રમુખશ્રી SKRA) અને શ્રીમતી કુંદન જાડેજા તથા શ્રીમતી દશરથ પરમાર હાજર રહ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button