SINORVADODARA

શિનોર તાલુકા ખરીદ વેચાણ સંઘની બોર્ડ મિટિંગ માં ફરજ બજાવી ચૂકેલા પૂર્વ મેનેજર બાબરભાઇ પટેલનું સાલ ઓઢાડી સન્માન કરાયું


સોમવારે શિનોર તાલુકા ખરીદ વેચાણ સંઘની બોર્ડ મિટિંગ યોજાઇ હતી.. સરકારી ઓડિટર ની ઉપસ્થિતિ વચ્ચે સંઘના પ્રમુખ ભાસ્કરભાઈ પુરોહિત ની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં મેનેજર તરીકે મનોજ પટેલ ના શાશનકાળ દરમિયાન રોકડ સિલક અને સ્ટોકની ઘટ અંગેની વિસ્તૃત ચર્ચા કરી, બાકીદારો વિરુદ્ધ વસુલાત કરવા કાયદેસર કાર્યવાહી કરવા અંગેની કાર્યવાહી કરવાની સત્તા સંઘના પ્રમુખ ને અપાઇ હતી.. બેઠક દરમિયાન આ સંસ્થામાં મેનેજર તરીકે ની ફરજ દરમિયાન પ્રશંશનીય કામગીરી ધ્વારા સંસ્થા માં મહત્વપૂર્ણ યોગદાન પ્રદાન કરી ચૂકેલા બાબરભાઇ પટેલ ઉર્ફે મામા નું પુષ્પમાળા,સાલ આને મોમેન્ટ આપી સન્માન કરાયું હતું.. ઉલ્લેખનીય છે કે શિનોર તાલુકા ખરીદ વેચાણ સંઘ નું ઑડિટ હાલ ચાલુ છે ત્યારે અત્યાર સુધીમાં સામે આવેલા બાકીદારો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા અંગેનો નિર્ણય બોર્ડ મિટિંગ માં કરાતાં, શિનોર ના સહકારી ક્ષેત્રે ખળભળાટ જોવા મળ્યો છે..

ફૈઝ ખત્રી…શિનોર

[wptube id="1252022"]
Back to top button