વડોદરા દ્વારા ફૈઝ સ્કૂલ ના સહયોગથી પ્રથમ તાંદલજા ઇન્ટર સ્કૂલ ચિત્ર સ્પર્ધા નુ આયોજન કરવામા આવ્યુ

વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં તા ૨૬/૦૧/૨૦૨૩, ગૂરૂવાર ના રોજ તાંદલજા સ્થિત જાસ્મીન ચેરિટેબલ ટ્રસ્ટ,વડોદરા દ્વારા ફૈઝ સ્કૂલ ના સહયોગથી પ્રથમ તાંદલજા ઇન્ટર સ્કૂલ ચિત્ર સ્પર્ધા નુ આયોજન કરવામા આવ્યુ હતૂ.
જેમા તાંદલજા ની ૭ જેટલી શાળાના ૨૪૪ જેટલા વિદ્યાર્થીઓ એ ભાગ લિધો હતો. કાર્યક્રમ મા મેહમાન તરીકે જે.પી. પોલીસ સ્ટેશન ના પી.એસ.આઈ. શ્રી વાળંદ સાહેબ, જાસ્મીન ચેરિટેબલ ટ્રસ્ટ ના ઉપ-પ્રમુખ શ્રી નાસીરભાઈ મલેક, ફૈઝ ફાઉન્ડેશન ટ્રસ્ટ ના અજીજ સૈયદ સાહેબ અને તાંદલજા વિસ્તાર ના સામાજીક કાર્યકર એવા વસીમભાઈ શેખ અને અસફાકભાઈ મલેક હાજર રહ્યા હતા. વિદ્યાર્થીઓ ને ૩-૫, કલરીગ, ૬-૯ વર્ષ (વિલેજ સીન/સેવ વોટર) ,૧૦-૧૩ વર્ષ મા ( ઈન્ડિયન લિડર/ઇન્ક્રેડીબલ ઈન્ડિયા ના વિષય પર ચિત્રો દોરી બધાને મંત્ર મુગ્ધ કરી દિધા હતા. વિજેતા વિધાર્થીઓ ને જાસ્મીન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મેડલ,ટ્રોફી, પ્રમાણપત્ર,ગિફ્ટ જેવી સોગાત આપવામા આવી હતી. આ સ્પર્ધા ઈન્ટર સ્કૂલ હોવાથી વિજેતા શાળા ને સૂપર એકટિવ સ્કૂલ ઓફ તાંદલજા નો એવોર્ડ આપવામા આવ્યૂ હતૂ. વિજેતા શાળા મા પ્રથમ ક્રમાંકે ફૈઝ સ્કૂલ અને બીજા ક્રમાંકે જિયામ સ્કુલ નો સમાવેશ થાય છે. ઉપસ્થિત મેહમાનો દ્વારા તમામ વિજેતાઓ અને શાળા ને શુભેચ્છાઓ પાઠવી હતી. અને જાસ્મીન ચેરિટેબલ ટ્રસ્ટ વડોદરા ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી જાબીરહુસેન એન. મલેક, અને મંત્રી શ્રી ખલીલ શેખ ને આવા આયોજન કરવા બદલ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી.
રીપોર્ટર રવિ તરબદા વડોદરા










