
શિનોર બાર એસોસિયેશનની વર્ષ 2023/24 ની ચુંટણી શુક્રવાર ના રોજ ગુજરાત બાર એસોસિયેશન દ્વારા મુખ્ય ચુંટણી અધિકારી તરીકે નિમણૂક કરાયેલ પી.સી. પટેલની ઉપસ્થિતિમાં યોજાઈ હતી,જેમાં શિનોર બાર એસોસિયેશન ના પ્રમુખ પદ માટે ( 1 ) હર્ષદ.સી.જોષી અને ( 2 ) નવીન.આર.પટેલે ઉમેદવારી નોંધાવી હતી.જ્યારે મંત્રી પદ માટે આર.વી.પંચાલ અને રાજુભાઈ ચંપકભાઈ જોષી દ્વારા ઉમેદવારી નોંધાવવામાં આવી હતી.જો કે આર.વી.પંચાલે ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લેતાં રાજુભાઈ ચંપકભાઈ જોષી બિન હરીફ જાહેર કરાયાં હતાં.જ્યારે શિનોર બાર એસોસિયેશન ના પ્રમુખ પદ માટે ચૂંટણી અધિકારી પી.સી. પટેલની ઉપસ્થિતિમાં આજે સવારે ચુંટણી મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી.જેમાં મતદારો દ્વારા ઉત્સાહભેર 100 ટકા મતદાન કરવામાં આવ્યું હતું.જે મતદાન ની પ્રક્રિયા પૂર્ણ થયાં બાદ મત ગણતરી ની પ્રક્રિયા હાથ ધરાઈ હતી,જેમાં શિનોર બાર એસોસિયેશન ના પ્રમુખ પદ ના ઉમેદવાર હર્ષદ.સી.જોષીને 7 મત મળ્યા હતા,જ્યારે નવીન.આર.પટેલને 11 મત મળતાં તેઓને વિજેતા જાહેર કરાયાં હતાં.
ફૈઝ ખત્રી…શિનોર





