GUJARATJETPURRAJKOT

Jetpur: જેતપુરમાં અંધશ્રદ્ધાની પરાકાષ્ઠા, જનેતાએ અગરબત્તીના ડામ આપતા 24 દિવસના માસૂમનું મોત

તા.૨૦/૧૦/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

રડતા બાળકને છાનું રાખવા માટે ભૂવાના કહેવાથી માસૂમ પર અત્યાચાર

Rajkot, jetpur: અંધશ્રધ્ધાના કારણે અનેક પરિવારોના માળા પીંખાયા હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે ત્યારે વધુ એક ઘટનામાં જેતપુરના સરધાર પુર ગામે ખેત મજુરી અર્થે આવેલા પરિવારની શ્રમિક પરણીતાને 24 દિવસ પૂર્વે પ્રસુતિ થઈ હતી અને પરણીતાએ પુત્રને જન્મ આપ્યો હતો. પ્રસુતિ બાદ જનેતાને ધાવણ નહીં આવતાં પરણીતાએ રડતા બાળકને છાનો રાખવા ભુવાને ફોન કર્યો હતો અને ભુવાએ માસુમ બાળકને પેટના ભાગે અગરબતીના ડામ આપવાનું કહેતા જનેતાએ માસુમ બાળકને પેટના ભાગે બે ડામ આપતાં માસુમની તબિયત લથડી હતી. માસુમ બાળકે સારવાર દરમિયાન દમ તોડી દેતાં ચકચાર મચી જવા પામી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, મુળ મધ્યપ્રદેશના વતની અને હાલ જેતપુરનાં સરધારપુર ગામે વાડી વિસ્તારમાં ખેતી કામ કરતાં પરિવારની ગુડ્ડીબેન પિન્ટુભાઈ મુમલદે નામની પરણીતાને 24 દિવસ પૂર્વે પ્રસુતિની પીડા ઉપડતાં સારવાર અર્થે ખસેડાઈ હતી. જ્યાં ગુડ્ડીબેન મુમલદેએ પુત્રને જન્મ આપ્યો હતો. પ્રસુતિ બાદ ગુડ્ડીબેન મુમલદેને ધાવણ નહીં આવતાં નવજાત શીશુ રડી રહ્યું હતું. માસુમ પુત્ર રડતો હોવાથી જનેતા ગુડ્ડીબેન મુમલદેએ મધ્યપ્રદેશ રહેતાં ભુવાને ફોન કરી બાળકને છાનો રાખવા મદદ માંગી હતી. ભુવાએ ગુડ્ડીબેન મુમલદેને પોતાના માસુમ પુત્રને પેટના ભાગે અગરબતીના બે ડામ આપવાનું જણાવ્યું હતું. જનેતાએ ભુવાના કહ્યા મુજબ માસુમ પુત્રને પેટના ભાગે અગરબતીના બે ડામ આપ્યા હતાં. માસુમ બાળકને તબિયત લથડતાં તાત્કાલીક રાજકોટ સિવિલ હોસ્પિટલનાં કેટી ચિલ્ડ્રન વિભાગમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન માસુમ બાળકે હોસ્પિટલનાં બિછાને દમ તોડી દેતાં પરિવારમાં અરેરાટી સાથે કરૂણ કલ્પાંત સર્જાયો હતો. આ અંગે જાણ થતાં જેતપુર પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલી રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો.

પ્રાથમિક પુછપરછમાં મૃતક માસુમ બાળકની જનેતાએ 24 દિવસ પૂર્વે જ બાળકને જન્મ આપ્યો હતો અને પ્રસુતિ બાદ જનેતાને ધાવણ નહીં આવતાં રડતા બાળકને છાનો રાખવા જનેતા ગુડ્ડીબેન મુમલદેએ મધ્યપ્રદેશ ખાતે વતનમાં રહેતા ભુવાને ફોન કરી માસુમ બાળકને છાનો રાખવા મદદ માંગી હતી.

ભુવાએ માસુમ બાળકને અગરબતીના ડામ દેવાનું કહેતા જનેતાએ ભુવાના કહ્યા મુજબ માસુમ પુત્રને ડામ આપતાં પુત્રનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે જેતપુર પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

[wptube id="1252022"]
Back to top button