
પાલીતાણા તાલુકાના જીવાપર ગામે યુવક ઉપર સાત થી આઠ ઈસમોએ ફટાકડા ફોડવાની દાઝ રાખી હુમલો કર્યો, મળતી વિગતો અનુસાર પાલીતાણા તાલુકાના જીવાપુર ગામે રહેતા ગૌતમભાઈ હિંમતભાઈ મકવાણા ને સાત થી આઠ ઈસમોએ જીવાપુર અને ડુંગરપુર ની વચ્ચે ઢોર માર મારવામાં આવ્યો હતો. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના દિવસે ગામમાં ફટાકડા ફોડવા બાબતની દાજ રાખી અને યુવકને ઢોર માર મરાયો હોવાનો આક્ષેપ કરાયો છે. તેમજ જાનથી મારી નાખવાની ધમકી અપાય હતી. જે ઇજાગ્રસ્તને સારવાર માટે ભાવનગરની સરટી હોસ્પિટલ લાવવામાં આવેલ છે, બનાવને લઈ પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરાય.

[wptube id="1252022"]





