

શિનોર તાલુકાના સાધલી ગામ ખાતે સાધલી થી ટીમબરા જવાના મુખ્ય માર્ગ ઉપર આવેલ હઝરત ગઈબન શાહ બાવા ની દરગાહ ખાતે સંદલ તેમજ ઉર્સ શરીફની ઉજવણી કરવામાં આવી.
હઝરત ગઈબન શાહ બાવા ની દરગાહ પર હિન્દુ મુસ્લિમ તમામ સમાજના લોકો અતૂટ આસ્થા ધરાવે છે. તેમજ હિંદુ મુસ્લિમ શ્રદ્ધાનો ગઈબનશાહ બાવા ની દરગાહ પર મન્નત .બાધા રાખતા હોય છે અને તેઓની મન્નત બાધા પૂરી થતી હોય છે.
દર વર્ષની જેમ અજમેર ખાતે આવેલ હઝરત ખ્વાજા ગરીબ નવાજ ની છઠ્ઠી ની ઉજવણી નાં મોકા ઉપર સાધલી ગામ ખાતે આવેલ ગઈબન શાહ બાવા ની દરગાહ પર સંદલ તેમજ ઉર્શ ની ઉજવણી કરવામાં આવતી હોય છે.ત્યાર બાદ આમ નિયાઝ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.આ પ્રોગ્રામ માં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
ફૈઝ ખત્રી ..શિનોર
[wptube id="1252022"]









