SINORVADODARA

શિનોર – સાધલી ખાતે શ્રી રામ ભગવાન ની પ્રાણ પ્રતિષ્ઠાની ભવ્ય ઉજવણી કરાઇ

વડોદરા જિલ્લાના સાધલી તેમજ શિનોર ખાતે શ્રી રામ ભગવાન ની પ્રાણ પ્રતિષ્ઠાની ધામ ધુમ પૂર્વક ભવ્ય ઉજવણી કરાઇ હતી
અયોધ્યા ખાતે 500 વર્ષ ના લાંબા સમય બાદ રામ મંદિરનું નિર્માણ કરાયું છે.જેને લઇને આજરોજ અયોધ્યા ખાતે શ્રી રામ ભગવાન ની પ્રાણ પ્રતિષ્ઠા કરાઇ રહી છે.જે અંતર્ગત આજરોજ સાધલી તેમજ શિનોર મુકામે આવેલ રામજી મંદિરને ફૂલો અને રોશનીથી યુવાનો દ્વારા સજાવવામાં આવ્યું હતું.અને વહેલી સવારથી જ રામજી મંદિરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.
જ્યારે સાધલી રામજી મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા ત્યારબાદ સાંજના સાત વાગે ભવ્ય સોભા યાત્રા નો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ભવ્ય આતિશબાજી કરાઇ હતી.આ પ્રસંગે સાધલી નાં રામ ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા.
જ્યારે શિનોર ખાતે શિનોર ગ્રામ પંચાયતના ના ઉપ સરપંચ નીતિનભાઈ ખત્રી સહિત મોટી સંખ્યામાં રામ ભકતો ઉપસ્થિત રહ્યા હતાં.અને રામ ભગવાન ની મહા આરતી તેમજ દર્શન નો લાભ લઇ ધન્યતા અનુભવી હતી.

ફૈઝ ખત્રી – શિનોર

[wptube id="1252022"]
Back to top button