

વડોદરા જિલ્લાના શિનોર ખાતે જિલ્લા કલેકટર એ.બી.ગોર ની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાના 75 માં પ્રજાસત્તાક દિનની ભારે. આન બાન શાન સાથે ઉજવણી કરવામાં આવી હતી.
કાર્યક્રમ ની શરૂઆતમાં વડોદરા જિલ્લા કલેકટર એ.બી.ગોર નાં હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો તેમજ રાષ્ટ્ર ધ્વજને સલામી આપી રાષ્ટ્રગીત વગાડવામાં આવ્યું ત્યાર બાદ
માન.કલેકટરશ્રી ધ્વારા પરેડ નિરિક્ષણ કરાયું.ત્યાર બાદ ટેબ્લો પ્રદર્શન કરાયું.કલેકટરશ્રીનું પ્રાસંગિક ઉદબોધન કરાયું.ત્યારબાદ વિવિધ સંસ્થાઓનાં કર્મચારીઓને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા.જેમાં કરજણ 108 નાં પાઇલોટ રમઝાન ભાઈ દિવાન ની ઉત્કૃષ્ટ કામગીરી ને લઈ સન્માન પત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું સન્માન કરાયું.
ત્યાર બાદ શ્રી જે.સી.પટેલ સાર્વજનિક હાઇસ્કુલ નાં પ્રાતાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું
આ કાર્યક્રમમાં વડોદરા જિલ્લા કલેકટર શ્રી એ.બી.ગોર.વડોદરા જિલ્લા પોલીસ વડા શ્રી રોહન આનંદ.જિલ્લા વિકાસ અધિકારીશ્રી મમતા હીરપરા મેડમ .શિનોર PSI એ.આર.મહીડા.તાલુકા વિકાસ અધિકારીશ્રી. APMC ચેરમેન સચિન પટેલ.શિનોર મામલતદાર શ્રી એમ.બી. શાહ.નાયબ મામલતદારશ્રી આનંદ કુમાર તેમજ જિલ્લા તેમજ તાલુકા નાં અધિકારીઓ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ સમગ્ર કાર્યક્રમના આયોજન નું શ્રેય શિનોર મામલતદાર એમ.બી.શાહ ને જાય છે મામલતદાર શ્રી તેમજ સમગ્ર સ્ટાફ દ્વારા આ કાર્યક્રમ ને સફળ બનાવવામાં ભારે જેહમત ઉઠાવી હતી.
ફૈઝ ખત્રી ..શિનોર





