
સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે ૧૯,૮૮૪ બોટલો તેમજ કન્ટેનર સહિત કુલ ૯૩,૩૩,૮૪૦/- નો મુદામાલ ઝડપી પાડયો.
——————————
કાંકરેજ તાલુકાના થરા-રાધનપુર નેશનલ હાઈવે ઉપર આવેલ ભલગામ ટોલનાકેથી પંજાબના લુધિયાણાથી વિદેશી દારૂ ભરીને ગુજરાતના મુન્દ્રા તરફ જઈ રહેલ કન્ટેનરને ગાંધીનગર સ્ટેટ મોનિટરીંગ સેલે બાતમીના આધારે ભલગામ ટોલનાકે
કન્ટેનર ઉભુ રખાવી તપાસ કરતાં કન્ટેનર માં વિદેશી દારૂ ભરેલ હોવાનુ જણાઈ આવ્યુ હતુ.જેની ગાંધીનગર સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમ દ્વારા દારૂ ભરેલ કન્ટેનરને થરા પોલિસ મથકે લાવી કન્ટેનર માં રહેલ દારૂની બોટલ નંગ-૧૯,૮૮૪ કિ.રૂપિયા ૬૩,૩૨,૫૨૦/-,મોબાઈલ ફોન નંગ-૧ કિ.રૂપિયા ૫૦૦/-તેમજ રોકડા રૂપિયા ૮૨૦/-,કન્ટેનર નંબર આર.જે.૨૬ જી.એ.-૪૨૭૩ નંબરનુ કન્ટેનર જેની કિરૂપિયા ૩૦,૦૦,૦૦૦/- ,તુટેલા સીલ નંગ-૩, આધારકાર્ડ, બિલ્ટીના કાગળો વગેરે મળી કુલ મુદામાલ ૯૩,૩૩,૮૪૦/-નો સાથે મળી આવેલ અને જે પકડાયેલ તથા નહી પક્ડાયેલ આરોપીઓએ એકબીજાને મદદગારી કરી તમામ ભેગા મળી ગેરકાયદેસર રીતે વિદેશી દારૂ ની હેરાફેરી કરી ખરીદ વેચાણ કરી ગુનો કરતાં એક આરોપીને કન્ટેનર સાથે પક્ડી પાડી થરા પોલિસ સ્ટેશન લાવી પ્રોહિબિશન એકટ હેઠળ ગુનો નોધી અટક કરેલ છે.આવડી મોટી માત્રમાં દારૂનો જથ્થો ઝડપાતા ચકચાર ફેલાઈ હતી.
પકડાયેલ આરોપી-મુરાદ સોકત બેગ ઉ.વ.૨૮ ધંધો.ડ્રાઇવીંગ રહે.નરવર,મુગલો કી ધાણી, કુચીલ,અરડકા અજમેર, રાજસ્થાન જયારે વોન્ટેડ આરોપીઓ-
(૧) પવનસિંહ રહે.બાખાસર હાલ રહે.બાડમેર
(૨) અનિલ ઉર્ફે પાંડીયા જાટ રહે.આજીકા બાસ રૂપનગર, ફતેહપુર સીકર રાજસ્થાન
(૩) તૌફીક રહે.ચુરૂ રાજસ્થાન
(૧ થી ૩ દારુનો જથ્થો મોકલનાર)
(૪) કે.જી.એન.ટ્રાન્સપોર્ટ અજમેરનો ધારક
(૫) શાદિક શોકટ બેગ રહે- નરવર,મુગલો કી ધાણી, કુચીલ,અરડકા,અજમેર રાજસ્થાન
(ગાડીનો માલિક)
(૬) ૯૮૯૧૧૦૩૩૬૪ નો ધારક મુન્દ્રા કચ્છ ખાતે દારૂનો જથ્થો લેવા આવનાર
(૭) બે કન્ટેનરમાં દારૂનો જથ્થો ભરી આપી જનાર અજાણ્યો ઈસમ તથા પોલિસ
તપાસમાં નિકળે તે તમામ
નટવર.કે.પ્રજાપતિ,થરા