GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

WANKANER વાંકાનેર તાલુકાના ભોજપરા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથને ઉત્સાહભેર આવકાર

WANKANER વાંકાનેર તાલુકાના ભોજપરા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથને ઉત્સાહભેર આવકાર

ગ્રામજનોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રા ફિલ્મનું નિદર્શન નિહાળ્યું ; વિકસિત ભારત માટે પ્રતિજ્ઞા લીધી

સરકારશ્રીની વિવિધ યોજનાઓના લાભ છેવાડાના લોકો સુધી પહોંચે અને લોકો આ યોજનાઓથી લોકો વાકેફ થાય તે માટે સમગ્ર ગુજરાત રાજ્યમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જે અન્વયે વાંકાનેર તાલુકાના ભોજપરા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું આગમન થયું હતું ગ્રામજનોએ અનેરા ઉત્સાહ સાથે રથનું સ્વાગત કર્યું હતું.
આ પ્રસંગે ભોજપરા પ્રાથમિક શાળા ખાતે આવેલા રથમાં ગ્રામજનો અને ઉપસ્થિતોએ વિકસિત ભારત સંકલ્પ અન્વયે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનો રેકોર્ડ કરોલો પ્રજાજોગ સંદેશો સાંભળી ડોક્યુમેન્ટ્રી ફિલ્મનું પ્રદર્શન નિહાળ્યું હતું. સૌ ઉપસ્થિતોએ વિકસિત ભારત માટે પ્રતિજ્ઞા લીધી હતી.
આ પ્રસંગે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ વિતરણ કરવામાં આવ્યા હતા. વધુમાં ટીબી નિક્ષય, આવાસ યોજના, આયુષ્માન કાર્ડ, ઉજ્જ્વલા યોજના, આરોગ્ય વિભાગની આર.બી.એસ.કે. યોજના હેઠળ બાળકની વિનામુલ્યે સારવાર, પીએમ કિસાન સન્માન નિધી વગેરે સરકારી યોજનાના લાભ મેળવેલ લાભાર્થીઓએ તેમને મળેલ યોજનાના લાભની મેરી કહાની મેરી જુબાની અંતર્ગત વાત કરી હતી. કાર્યક્રમ અન્વયે આરોગ્ય વિભાગ દ્વારા હેલ્થ કેમ્પ, પશુપાલન વિભાગ દ્વારા પશુ હેલ્થ કેમ્પ, આઈ.સી.ડી.એસ. વિભાગ હેઠળ પોષણ અભિયાન, ટીબી નિક્ષય, લીડ બેંકની વિવિધ યોજનાઓ વગેરે માટેના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા.


આ પ્રસંગે ભોજપરા ગામને ૧૦૦ ટકા નળ જોડાણ માટે સન્માન પત્ર અને સ્વચ્છતા માટે ઓડીએફ પ્લસ મોડેલ ગામ બાબતનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું. શાળાની બાળાઓ દ્વારા ધરતી કહે પુકાર કે ગીત પર સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો. આ વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમનો ભોજપરાના ગ્રામજનોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી લાભ લીધો હતો.

[wptube id="1252022"]
Back to top button