તા.૩૦/૧૧/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: ગુજરાત સરકારશ્રીના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તેમજ યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર અને જિલ્લા યુવા વિકાસ આધિકારી, રાજકોટ દ્વારા રાજકોટ મહાનગરપાલિકા ઝોનકક્ષા કલા મહાકુંભ સ્પર્ધા ૨૦૨૩-૨૪ કાર્યક્રમ તા.૧/૧૨/૨૦૨૩ના રોજ ઝોન નં.૧-૨ તેમજ વોર્ડ નં.૧,૨,૩,૪,૫મા, તા.૨/૧૨/૨૦૨૩ના રોજ ઝોન નં.૩-૪ તેમજ વોર્ડ નં.૬,૭,૮,૯મા, તા. ૪/૧૨/૨૦૨૩ના રોજ ઝોન નં.૫ તેમજ વોર્ડ નં.૧૦,૧૧મા, તા. ૬/૧૨/૨૦૨૩ના રોજ ઝોન નં. ૭-૮ તેમજ વોર્ડ નં.૧૪,૧૫,૧૬,૧૭,૧૮મા અને તા. ૭/૧૨/૨૦૨૩ના રોજ ઝોન નં.૬ તેમજ વોર્ડ નં.૧૨,૧૩મા, હેમુગઢવી નાટ્યગૃહ, રાજકોટ અને બાલભવન, રેસકોર્ષ રાજકોટ ખાતે યોજાશે.
આ માટે સ્પર્ધકોએ વકતૃત્વ સ્પર્ધાના ‘વિષય’ સ્પર્ધાના ૨૪ કલાક પહેલા બાલભવન, રેસકોર્ષ, રાજકોટ તથા જિલ્લા રમત ગમત અધિકારીની કચેરીના નોટીસ બોર્ડ પરથી મેળવી લેવાના રહેશે. દરેક સ્પર્ધકે જે તે સ્પર્ધાના સમય કરતા ૩૦ મીનીટ પહેલા સ્પર્ધા સ્થળે આયોજકોને રીપોર્ટ કરવાનું રહેશે. વધુ માહિતી માટે જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ૭/૨, બહુમાળી ભવન, રેસકોર્ષ રોડ, રાજકોટ ખાતે રૂબરુ સંપર્ક અથવા કચેરીના ફોન નં ૦૨૮૧-૨૪૪૨૩૬૨ પર સંપર્ક કરવાનો રહેશે તેમ જિલ્લા રમત ગમત અધિકારી, રાજકોટની યાદી દ્વારા જણાવાયું છે.








