WANKANER:વાંકાનેર નાં ભોજપરા ગામે જિલ્લા વિકાસ અધિકારીશ્રી મતદાન જાગૃતિ કાર્યક્રમમાં સહભાગી થયા

WANKANER:વાંકાનેર નાં ભોજપરા ગામે જિલ્લા વિકાસ અધિકારીશ્રી મતદાન જાગૃતિ કાર્યક્રમમાં સહભાગી થયા
“મતદાન કરવું એ દરેક નાગરિકની પવિત્ર ફરજ અને હક છે”- જિલ્લા વિકાસ અધિકારીશ્રી જે.એસ. પ્રજાપતિ
મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ માટે અવનવા કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. ત્યારે આજે વાંકાનેર તાલુકાના ભોજપરા ગામમાં મોરબી જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા મતદાન જાગૃતિ માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી જે.એસ. પ્રજાપતિ દ્વારા લોકોને મતદાન કરવા માટે અપીલ કરી હતી.
વધુમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ જણાવ્યું હતું કે, મતદાન કરવું એ દરેક નાગરિકની પવિત્ર ફરજ અને હક પણ છે જેથી દરેક નાગરિકે અવશ્ય મતદાન કરવું જોઈએ. આ કાર્યક્રમમાં વાંકાનેર તાલુકા વિકાસ અધિકારીશ્રી રિઝવાન કોંઢિયા સહિત સ્ટાફ અને બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.








