MEHSANAVIJAPUR

ગ્રામ સ્વાગતમાં અરજદારો માટે મહેસાણા જિલ્લા બેઠક પર ખાસ કેમ્પનું આયોજન

ગ્રામ સ્વાગતમાં અરજદારો માટે જિલ્લા બેઠક પર ખાસ કેમ્પનું આયોજન24 એપ્રિલથી 26 એપ્રિલ તાલુકા સ્વાગત કાર્યક્રમ 11 કલાકે ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાશે
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
ઓનલાઇન ફરિયાદ નિવારણની 24 એપ્રિલ 2003ની શરૂઆતના 20 વર્ષ પૂર્ણ થતાં સમગ્ર રાજ્યમાં સ્વાગત સપ્તાહની ઉજવણી થનાર છે. મહેસાણા જિલ્લામાં સરકારના લોકાભિમુખ વહીવટની આ બાબતથી નાગરિકો અવગત થાય તે માટે જિલ્લા કલેકટર એમ નાગરાજનના માર્ગદર્શન હેઠળ મહેસાણા જિલ્લામાં સ્વાગત સપ્તાહની ઉજવણી થનાર છે
મહેસાણા જિલ્લામાં ૧૫ એપ્રિલના રોજ પંચાયત વિભાગના સંકલનમાં રહી બાઈસેગ-સેટકોમ દ્વારા તલાટીશ્રી,સરપંચશ્રી તથા ગ્રામ પંચાયતના સભ્યશ્રીઓની તાલીમનું આયોજન કરાયુ છે.જે બાબતે તમામ અપેક્ષિત અધિકારીઓ,પદાધિકારીઓ તેમજ કર્મયોગીઓ તાલીમ મેળવે તે સુનિશ્ચતિ કરવા અધિક કલેકટર ઇન્દ્રજીતસિંહ વાળાએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી અધિકારીઓને જણાવ્યું હતું
અધિક કલેકટર વાળાએ જિલ્લામાં ૧૧ થી ૧૭ એપ્રિલ દરમિયાન ગ્રામ સ્વાગત માટેના પ્રશ્નો સ્વીકારવા માટેના કેમ્પનું આયોજન સુચારૂ રીતે થાય તે માટે ખાસ અધિકારીઓ તેમજ કર્મચારીઓને તાકીદ કરી હતી
આ ઉપરાંત મહેસાણા જિલ્લામાં ૨૪ થી ૨૬ એપ્રિલ દરમિયાન તાલુકા સ્તરે,૨૭ એપ્રિલે જીલ્લા સ્તરે સ્વાગતનું આયોજન કરવામાં આવેલ છે. તાલુકા સ્વાગત કાર્યક્રમ 24 એપ્રિલથી 26 એપ્રિલ તાલુકા સ્તરે 11 કલાકે કાર્યક્રમ યોજાનાર છે. આ કાર્યક્રમમાં 24 એપ્રિલે સતલાસણમાં પોલીસ અધિક્ષક,ખેરાલુમાં જિલ્લા વિકાસ અધિકારી અને વડનગર ખાતે જિલ્લા કલેકટરશ્રીની ઉપસ્થિતિમાં યોજાશે તેજ પ્રમાણે 25 એપ્રિલ વિસનગરમાં જિલ્લા વિકાસ અધિકારી,વિજાપુરમાં કલેકટર,કડીમાં પોલીસ અધિક્ષક અને બેચરાજી ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક ઉપસ્થિત રહેશે. 26 એપ્રિલે મહેસાણા ખાતે જિલ્લા વિકાસ અધિકારી,ઊંઝા ખાતે કલેકટરશ્રી અને જોટાણા ખાતે જિલ્લા પોલીસ અધિક્ષકની ઉપસ્થિતિમાં સ્વાગત કાર્યક્રમ યોજાશે જે બાબતે સંબધિત અધિકારીઓને તૈયારી અંગે પણ ખાસ માર્ગદર્શન નિવાસી અધિક કલેકટર દ્વારા કરાયું હતું
ગ્રામ સ્વાગતમાં મળેલ અરજીઓનો તાલુકા સ્વાગત કાર્યક્રમમાં સમાવેશ કરી ઝડપી નિરાકરણ કરવા માટે ખાસ આયોજન અંગે બેઠકમામાં જણાવવામાં આવ્યું હતું,આ ઉપરાંત સ્વાગત કાર્યક્રમમાં આવતા અરજદારશ્રીને રાજ્ય સરકારશ્રીની યોજનાઓની માહિતી આપતી સાહિત્ય/પુસ્તિકાનું વિતરણ કરવામાં સહિત સમયસર ગ્રામ સ્વાગત અને તાલુકા સ્વાગત પોર્ટલમાં વિગતો નોંધવા પણ તાકીદ કરાઇ હતી.
આ કાર્યક્રમમાં જાહેર જનતાને સર્વિસ મેટર, નિતી વિષયક, કોર્ટ મેટર તથા સામુહીક પ્રશ્નો સિવાયનાં પડતર પ્રશ્નો/રજુઆત જે પોતાને લગત હોય તે અંગેની અરજીઓ ગ્રામ્ય કક્ષાએ ગ્રામ સ્વાગત માટેનાં કેમ્પમાં સંબંઘીત તલાટી કમ મંત્રીશ્રીને તેમજ ઉપસ્થિત અધિકારીશ્રીને, તાલુકા સ્વાગત માટે સંબંધિત તાલુકા મામલતદાર કચેરીએ તથા જિલ્લા સ્વાગત માટે કલેકટર કચેરી ખાતે રજુ કરવા અનુરોધ કરવામાં આવેલ છે.આ બેઠકમાં સંબધિત પ્રાન્ત અધિકારીશ્રીઓ,નાયબ જિલ્લા વિકાસ અધિકારી તેમજ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી તાલુકા સ્તરના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

[wptube id="1252022"]
Back to top button