
ટંકારા નજીક થી મળેલી અજાણી મહિલાની લાશ ની અંતિમ વિધિ કરાય

ટંકારા ગામે તા.૨૬/૭/૨૩ ના રોજ હડમતીયા થી કોઠારીયા તરફ જતા રોડ પર થી આશરે ૨૫થી ૩૦વર્ષની અજાણી મહિલા ની પ્લાસ્ટિકના બાચકામાં થી લાશ મળી હતી. જે ટંકારા હોસ્પિટલે લાવતા ડૉ. શ્રી એ ફોરેન્સિક પીએમ માટે રાજકોટ પી ડી યુ મેડિકલ કોલેજ માં મોકલી આપેલ અને સ્પષ્ટ કારણ જાણવા વિસેરા તથા સ્ટર્નમ બોન વિગેરે ના પૃથક્કરણ માટે કામગીરી હાથ ધરેલ. અને ટંકારા પોલિસ દ્વારા ગુનો રજીસ્ટર કરેલ. મરણ જનાર અજાણી મહિલાની ડેથબોડી અંદાજે આઠેક દિવસ રાજકોટ ખાતે કોલ્ડ સ્ટોરેજ માં રાખવામા આવેલ અને સ્વજનોની શોધખોળ કરવામા આવી હતી. પરંતુ કોઈ વાલી વારસ ના મળવાથી ..

ટંકારા ગ્રામ પંચાયતે જગ્યા ફાળવી આપતા સામા કાંઠા વિસ્તારમાં નાયબ મામલતદાર શ્રી ટંકારા, નવનિયુકત પી એસ આઈ,એમ.જે. ધાંધલ સાહેબ ,ઉપસરપંચ પ્રતિનિધી હેમંતભાઈ ચાવડા, પો. કો. સાહિદભાઈ, પો કો. હકાભાઈ, પો. કો. બિપીનભાઈ, પો. કો. મહેતાભાઈ, જેસીબી વાળા, એમ્બ્યુલન્સ વાળા કાનાભાઈ, સેવાભાવી યુવાનો, કલુભાઈ, ગડો, માલધારી અગ્રણી ગટીયો, ફિરોઝભાઈ, ઈમરાન વગેરે ઘણા મિત્રો હાજર રહ્યા હતા. અજાણી મહિલા ની અંતીમ વિધિ નું સંપુર્ણ વિડિયો રેકોર્ડિંગ કરવામા આવ્યું હતું.

લાલજીભાઈ ગેડીયા એ અજાણી મહિલા ની શાસ્ત્રોક્ત વિધિ થી સમ્માન ભેર અંતિમ વિધિ કરી હતી. સામાજિક કાર્યકર હેમંતભાઈ ચાવડા એ મૃતક મહિલાની અંતીમ વિધિ ની જહેમત ઉઠાવી માન સન્માન સાથે સેવાકીય કાર્યને રીતી રિવાજ મુજબ પુર્ણ કરેલ હતું.
પી એસ આઈ શ્રી એમ.જે ધાંધલ સાહેબે સૌ સેવાભાવી મિત્રોનો સહયોગ આપવા બદલ આભાર માન્યો હતો.








