
હળવદ :ખેતરમાં ઠંડીમાં ઠુઠવાઈ જતા ખેતશ્રમિકનુ મોત
મોરબી જીલ્લા સહીત સમગ્ર રાજ્યમાં ઠંડીએ જોર પકડ્યું છે ત્યારે ગઈકાલે ઠંડીને કારણે હળવદના ખારીવાડી નજીક ખેતરમાં ૫૦ વર્ષીય ખેતશ્રમિક પ્રૌઢનું ઠંડીના કારણે મોત થયું હતું.

હળવદ સહીત મોરબી જીલ્લામાં ઠંડા પવન ફુંકાતા હવામાનમાં એકાએક ઠંડી પ્રસરી ગયી છે. એકાએક ઠંડી વધી જતા લોકો ઠંડીમાં ઠુંઠવાયા હતા ત્યારે ગત તા.૦૫/૦૩ના રોજ હળવદ નજીક નિલકંઠ મહાદેવ મંદીરના પાછળ ખારીવાડી રસ્તામા આવેલ અટુકભાઇ કાંકરેચાના ખેતરમાં ૫૦ વર્ષીય ખેતશ્રમિક સુરેશભાઇ શંકરભાઇ ભીલ વાળા ઠંડીના કારણે ઠુઠવાઇ જતા તેમનું મરણ થયું હતું. ત્યારે સમગ્ર બનાવ અંગે હળવદ પોલીસે આ.મોતની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.
[wptube id="1252022"]








