MORBIMORBI CITY / TALUKO

ખોરવાડ હાઈસ્કૂલમાં વાર્ષિક મહોત્સવ ઉજવાયો

સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માઘ્યમિક શાળા, ખોરવાડમાં તા. 04.03.2023ના રોજ ધોરણ 10 અને 12 ના વિધાર્થીઓનો વિદાય સમારંભ તથા વાર્ષિક મહોત્સવ ઉજવાયો. આ પ્રસંગે આણંદ જિલ્લા પંચાયત ના પૂર્વ અધ્યક્ષ શ્રી નરેન્દ્રસિંહ, નવાપુરા દૂધ ઉત્પાદક મંડળી ના ચેરમેન શ્રી નટવરસિંહ, ડે.સરપંચ અને દાતા શ્રી સંજયસિંહ, ઉમરેઠ તાલુકા શિક્ષક સંઘના પ્રમુખ શ્રી બહાદુરસિંહ, સ.મા.શાળા, પાદરાના આચાર્યશ્રી જે.ડી.સીજું સર,એસ.એમ.ડી.સી. સભ્ય તથા દાતાશ્રી અજયસિંહ, અંબિકા એન્ટરપ્રાઇઝ ,વાસદના પ્રમુખ અને દાતાશ્રી સ્મિતકુમાર, એસ.એમ.ડી.સી.સભ્ય શ્રી ગણપતસિંહ, ગ્રામજન તથા વાલીશ્રીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

પ્રાર્થના બાદ શાળાના આચાર્ય ડૉ. આર.એ.દિવાન સર દ્વારા મહેમાનોનો શાબ્દિક પરિચય અને વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવવામાં આવી હતી. મહેમાનશ્રી તથા દાતાશ્રીઓના સન્માન બાદ વિદ્યાર્થીઓ દ્વારા નૃત્ય, નાટક, માઈમ વિવિધ કાર્યક્રમોની રજૂઆત કરવામાં આવી હતી. વર્ષ દરમ્યાન વિવિધ કાર્યક્રમોમાં વિજેતા બનેલ વિદ્યાર્થીઓને ઇનામ તથા પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. ધોરણ 10 તથા 12 ના વિદ્યાર્થીઓને દાતાશ્રી સ્મિતકુમાર દ્વારા પરીક્ષા કીટ આપવામાં આવી હતી. નરેન્દ્રસિંહ દ્વારા વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી પોતાના અભ્યાસ કાળના દિવસો યાદ કરવામાં આવેલ. કાર્યક્રમના કન્વીનર શ્રી તૃપીષાબેન દ્વારા આભાર વિધિ કરવામાં આવેલ હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં શાળાના શિક્ષક શ્રી રાજવીબેન રોહિણીબા, રીતેશભાઈ, આશિષભાઈ તથા ચિંતનભાઈ દ્વારા ખૂબ જ જહેમત ઉઠાવવામાં આવી હતી.
રિપોર્ટર ‌-મંહમદ રફિક જે દિવાન કિસ્મત આણંદ તારાપુર

[wptube id="1252022"]
Back to top button