GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ તાલુકાના દેલોલ ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ કથા ગોવર્ધનલીલા ના ઉત્સ્વોની ઉજવણી.

તારીખ ૧૯/૦૧/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના દેલોલ ખાતે ખડાયતા જ્ઞાતિ ની વાડી મા સમસ્ત દેલોલ ગ્રામજનો ભકતજનો અને મનોરથી તેજસભાઇ શાહ, અન્નપુર્ણાબેન સુથાર, કેસરબેન રાઠોડ, હસમુખભાઈ શાહ, હેમલતાબેન પંડયા રમેશભાઈ પટેલ ના સહયોગ થી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ કથા નુ તા ૧૫ થી આયોજન કરાયુ છે વ્યાસપીઠ ઉપર થી પુ. શ્રી વેંકટેશ ભાઈજી સંગીતમય સુરાવલી સાથે ભાગવદ કથાનું રસપાન કરાવી રહ્યા છે શિવ પાર્વતી વિવાહ, ધ્રુવ ચરિત્ર, પ્રહલાદ ચરિત્ર,નંદ મહોત્સવ, ગોવર્ધનલિલા મહોત્સવ ના પ્રસંગો થી ભકતજનો કથાનુ રસપાન કરી રહ્યા છે શનિવારે રૂકમણી વિવાહ નો પ્રસંગ યોજાયો જેમા ડેરોલ ના રમેશભાઈ પટેલ પરિવાર મુખ્ય મનોરથી બનેલ કથામાં મોટી સંખ્યામાં આસપાસ ના ભકતજનો ઉમટી પડ્યા હતા.

[wptube id="1252022"]









