
ઊંઝા ઉનાવા ખાતે ફકીર સમાજના ઇસમના હત્યા ને મામલે પોલીસ મથકે યોગ્ય તપાસની માંગ સાથે આવેદનપત્ર સુપ્રદ કરાયુ
(સૂફી એસોસિએશન ના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ આમીન અલી શાહ મલંગ ની અધ્યક્ષતામાં અપાયુ આવેદનપત્ર)
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર સુલતાન શાહ દરગાહના ગાદીપતિ સૂફી એસોસિએશન ના ગુજરાત ના પ્રમુખ સૈયદ આમીન અલી શાહ મલંગ બાવા ની અધ્યક્ષતામાં ઊંઝા તાલુકાના ઉનાવા ગામે છ વર્ષ પૂર્વે અગાઉ પઠાણો સાથે સૈયદો ને ઝઘડો થયેલ જેના સમર્થન માં ઉભો રહેલ ફકીર સમાજના યુવક ઉપર તેની અદાવત રાખીને કેટલાક ઈસમો રાત્રીના સમયે હુમલો કરી માર મારતા પોલીસ મથકે ફરીયાદ નોંધાઇ છે જેના મુદ્દે ફકીર સમાજના આગેવાનો એ સૂફી સંત આમીન અલી શાહ મલંગ દ્વારા મૃતક પરિવાર ને યોગ્ય ન્યાય મળે તે મુદ્દે પોલીસ અધિકારી ને યોગ્ય તપાસ કરી ગુનેગારો ને સજા મળે તેવી માંગ સાથે આવેદનપત્ર પોલીસ અધિકારી ને સુપ્રદ કર્યું હતુ આવેદનપત્ર સ્વીકાર કરતા અધિકારી એ યોગ્ય તાપસ કરવા નો દિલશો આપવામાં આવ્યો હતો આ અંગે આમીન અલી શાહ મલંગે કૃત્ય ને વખોડી કાઢતા જણાવ્યું હતુંકે ફકીર સમાજનો યુવક જાફર શાહ ઉર્ફે ઈમ્તિયાઝ શાહ તા 26 /05/2023 ના રોજ સાહિલ હોટલ પાસે ઉભો હતો ત્યારે કેટલાક ઈસમો છ વર્ષ પૂર્વે પઠાણો સાથે સૈયદો ને ઝઘડો થયેલ તેની અદાવત માં કેટલાક ઈસમો દ્વારા માર મારી મોત ને ઘાટ ઉતાર્યો હતો જે અંગેની મૃતક ના પરિવાર ના તરફથી પોલીસ મથકે નામજોગ ફરીયાદ નોંધાઇ છે મૃતકના પરિવાર ને ન્યાય મળે તે મુદ્દે યોગ્ય તપાસ કરી ગુનેગારો ને સજા થાય તેવી માંગ સાથે પોલીસ અધિકારી ને આવેદનપત્ર સુપ્રદ કર્યું છે