BANASKANTHALAKHANI

પત્નીએ પ્રેમી સાથે મળી પતિને જીવતો સળગાવી દીધો

બનાસકાંઠા જિલ્લામાં હત્યાનો ચોંકાવનારો કેસ સામે આવ્યો છે, જે કદાચ ગુજરાતના ઇતિહાસમાં પહેલો આ પ્રકારનો કેસ હશે. બનાસકાંઠાના લાખણી તાલુકાના નાંદલા ગામમાં ધટના બની હતી.જેમાં બે દિવસ અગાઉ એક યુવકની સળગેલી હાલતમાં લાશ મળી હતી.પીએમ બાદ મૃતક પ્રેમા નાનજી પટેલની હત્યા થઈ હોવાનું માલુમ પડ્યું.

મૃતક પ્રેમા પટેલે રાજસ્થાનની પૂનમ વજીર નામની યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા હતા.બાદમાં યુવતીને દેવા પટેલ સાથે આંખ મળી જતા તેની સાથે મૈત્રી કરારથી રહેતી હતી. ધાનેરાના રાહ ગામે પત્ની અને તેનો પ્રેમી પ્રેમા પટેલને વારંવાર ધમકીઓ આપતા હતા.

પ્રેમમાં આડખીલી રૂપ બનતા પત્નીએ પ્રેમી સાથે મળી પતિને જીવતો સળગાવી બંને ફરાર થઇ ગયા હતા.મૃતકના ભાઈએ પૂનમ વજીર અને તેનો પ્રેમી દેવા પટેલ સામે ફરીયાદ નોંધાવી છે. આગથળા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

[wptube id="1252022"]
Back to top button