HIMATNAGARSABARKANTHA

ધોરણ ૧૦ સામાજિક વિજ્ઞાનમાં ૧૯૫૦૮ વિધ્યાર્થીઓ હાજર રહ્યા : જેમાં ૧૩૩ દિવ્યાંગ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી

ધોરણ ૧૦ સામાજિક વિજ્ઞાનમાં ૧૯૫૦૮ વિધ્યાર્થીઓ હાજર રહ્યા : જેમાં ૧૩૩ દિવ્યાંગ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી

 

*******

 

સાબરકાંઠા જિલ્લામાં બોર્ડની પરીક્ષાના આઠમાં દિવસે ગુરુવારે ધો ૧૦ના સામાજિક વિજ્ઞાન વિષયમાં કુલ ૨૦૦૮૩ વિદ્યાર્થીઓ પૈકી ૧૯૫૦૮ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જયારે ૫૭૫ વિદ્યાર્થીઓ ગેર હાજર રહ્યા હતા. જેમાં ગુજરાતી માધ્યમમાં ૧૮૬૨૨ અને અંગ્રેજી માધ્યમમાં ૮૭૦ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. સંસ્કૃત પ્રથમાં ૧૬ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.સામાજિક વિજ્ઞાન વિષયમાં કુલ ૧૪૫ દિવ્યાંગ વિધ્યાર્થીઓ પૈકી ૧૩૩ દિવ્યાંગ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

 

ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહના અંગ્રેજી વિષયમાં ૩૧૮૭ વિધ્યાર્થીઓ પૈકી ૩૧૬૫ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.જ્યારે ૨૨ વિધ્યાર્થીઓ ગેર હાજર રહ્યા હતા.

 

ધોરણ ૧૨ ના સામાન્ય પ્રવાહના મનોવિજ્ઞાન વિષયમાં ૮૬૦૬ વિધ્યાર્થીઓ પૈકી ૮૪૪૮ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.જ્યારે ૧૫૮ વિધ્યાર્થીઓ ગેર હાજર રહ્યા હતા.જેમાં ગુજરાતી માધ્યમમાં ૮૪૧૭ અને અંગ્રેજી માધ્યમમાં ૩૧ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી. સમાજશાસ્ત્રમમાં ૨૦ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. એમ જિલ્લા પરીક્ષા કંટ્રોલ રૂમની એક અખબારી યાદીમાં જણાવાયું છે.

 

 

જયંતિ પરમાર સાબરકાંઠા

[wptube id="1252022"]
Back to top button