JUNAGADHJUNAGADH CITY / TALUKO

લીડબેંક જૂનાગઢ દ્વારા જિલ્લાનો વાર્ષિક ક્રેડીટ પ્લાન ખુલ્લો મુકાયો

જૂનાગઢ જિલ્લાનો વર્ષ ૨૦૨૪-૨૫માં ૯૫૫૮ કરોડનો ધિરાણ લક્ષ્યાંક નિર્ધારીત

જૂનાગઢ તા.૧૫, જૂનાગઢ કલેકટર કચેરી ખાતે જૂનાગઢ જિલ્લાનો એન્યુઅલ ક્રેડીટ પ્લાન રીઝર્વ બેંકનાં જૂનાગઢ જિલ્લાનાં અધિકારી શ્રી શશી દ્વારા ખુલ્લો મુકવામાં આવ્યો હતો. વર્ષ ૨૦૨૩-૨૪ના વર્ષમાં ૭૮૫૮ કરોડનું લક્ષ્યાંક રાખવામાં આવેલ જે ત્રીજા ક્વાર્ટરમાં જ જૂનાગઢ જિલ્લાની વિવિધ બેંકો દ્વારા ૯૪ ટકા સિધ્ધી હાંસલ કરી લેવામાં આવતા આગામી નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ દરમ્યાન લીડ બેંક દ્વારા ૯૫૫૮ કરોડનાં ધિરાણનો લક્ષ્યાંક નિર્ધારીત કરવામાં આવેલ છે. આ ધિરાણ રાશી ગત નાણાકીય વર્ષની સરખામણીએ ૧૮ ટકા વધારેલ છે. વાર્ષિક ક્રેડીટ પ્લાનમાં ખેતિવાડી ક્ષેત્રે ૭૭૫૪ કરોડ અને ઐાદ્યોગિક ક્ષેત્રે ૧૩૩૬ કરોડનું લક્ષ્યાંક નિર્ધારીત કરેલ હોવાની વાત લીડ બેંક મેનેજર શ્રી ગણપત રાઠવાએ કરી હતી.

એન્યુઅલ ક્રેડીટ પ્લાન ખુલ્લો મુકવાનાં પ્રસંગે ડિસ્ટ્રીક્ટ કન્સલ્ટીવ કમીટી અને ડિસ્ટ્રીક્ટ લેવલ રીવ્યુ કમિટીની બેઠકમાં નાબાર્ડનાં જિલ્લા મેજર શ્રી કીરણ રાઉત, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રનાં મેનેજર શ્રી વાઘેલા, સૈારષ્ટ્ર ગ્રામિણ બેંકનાં ડીજીએમ શ્રી મોરી, સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયાની ગ્રામિણ રોજગાર તાલીમ સંસ્થાનાં મેનેજર શ્રી પ્રશાંત ગોહેલ, ખેતિવાડી અધિકારી ગોંડલીયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, મહિલા અને બાળ વિભાગની કચેરી,  સમાજ કલ્યાણ સહિત વિવિધ વિભાગ અને જિલ્લામાં કાર્યરત વિવિધ બેંકોનાં અધિકારીઓ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button