
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : દીપડાના આતંકથી લોકો લગ્નપ્રસંગ પણ ભૂલી જવા મજબુર વાઘોડીયા અનેગાય વાછરડા ગામે દીપડાએ પશુનું મારણ કરતા ભય
*ઉનાળાની ગરમીમાં દીપડાના ડરથી લોકો ઘરની અંદર ઉંઘવા મજબુર બનતા બફારા અને ગરમીથી બફાઈ રહેવા મજબુર બન્યા છે*
*દીપડાની દહેશતને પગલે નાના બાળકો ઘરમાં પુરાઈ રહેતા વેકેશની મજા પણ દીપડાઓએ છીનવી લીધી હોય તેવો માહોલ પ્રવર્તી રહ્યો છે*

*મોડાસાના ગોખરવા પંથક અને મેઘરજના બેડજ પંથકમાં દીપડાના આતંક ને નાથવામાં વન વિભાગ તંત્ર ઉણુ ઉતરતા લોકોમાં આક્રોશ*
અરવલ્લી જીલ્લાની ગિરિમાળાઓમાં વસવાટ કરતા દીપડા ઉનાળામાં ખોરાક અને પાણીની શોધમાં રહેણાંક વિસ્તારોમાં ધસી આવી પશુઓનું મારણ કરતા ગ્રામ્ય વિસ્તારો દીપડાની દહેશતમાં ફેરવાઈ ગયા છે હાલ લગ્નસરાની મૌસમ પૂર બહારમાં ખીલી છે છતાં અસરગ્રસ્ત વિસ્તારના લોકો લગ્ન પ્રસંગમાં પણ દીપડાના ભયથી દૂર રહે છે મોડાસા તાલુકાના વાઘોડિયા ગામમાં અને મેઘરજ તાલુકાના ગાય વાછરડા ગામમાં દીપડાઓ ત્રાટકી બે પશુનું મારણ કરતા પશુપાલકો ભયભીત બન્યા છે વનવિભાગ તંત્ર જાણે પાંજરા મૂકી સંતોષ માની રહ્યું હોય તેમ છેલ્લા ત્રણ મહિનાથી એક પણ દીપડો પાંજરે પુરવામાં સફળ રહ્યું નથી
મોડાસા તાલુકાના વાઘોડીયા ગામમાં ડુંગરીની તળેટી નજીક અનેક પરિવારો વસવાટ કરી રહ્યા છે છેલ્લા એક સપ્તાહથી દીપડાના પરિવારના આંટા ફેરાને પગલે લોકોમાં ડરનો માહોલ પ્રવર્તી રહ્યો છે ત્યારે રવિવારે રાત્રે ભીખુસિંહ ગુલાબસિંહના ઘર નજીક બાંધેલ પશુનું મારણ કરતા પરિવાર ફફડી ઉઠ્યો છે ગ્રામજનોના જણાવ્યા અનુસાર દીપડાઓ સમગ્ર પંથકમાં ફરતા રહેતા લોકો ખેતી પણ કરી શકતા નથી રાત્રીના સુમારે ખેતીનું રક્ષણ ન થતા ખેતીમાં ભૂંડ, રોજ સહીત પ્રાણીઓ ભેલાણ કરતા ખેડૂતોની હાલત દયનિય બની છે વનવિભાગ તંત્ર દીપડાને પાંજરે પુરે તેવી લોકમાંગ પ્રબળ બની છે
મેઘરજના બેડજ પંથકમાં દીપડાના આતંકથી પંથકમાં ભારે ભયનો માહોલ પ્રવર્તી રહ્યો છે છેલ્લા 15 દિવસમાં ત્રણ પશુઓનું મારણ કર્યું છે બેડજ નજીક આવેલા ગાય વાછરડા ગામમાં દીપડો ત્રાટકી બકરીનું મારણ કરતા ગરીબ પરિવાર પર આભ તૂટી પડ્યું છે મેઘરજ વનવિભાગ તંત્રએ પાંજરું ગોઠવ્યું હોવા છતાં ચબરાક દીપડો વનવિભાગ તંત્રને હંફાવી રહ્યો છે બેડજ પંથકમાં ગામ લોકો ઘરની બહાર કામકાજ અર્થે નીકળતા પણ ડર અનુભવી રહ્યા છે હાલ તો અરવલ્લી જીલ્લાના પ્રજાજનો ભગવાન ભરોશે હોય તેવો અહેસાસ અનુભવી રહ્યા છે








