
તા.૧૭/૯/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
જેતપુર ખાતે ભારત વિકાસ પરિષદ આયોજિત ત્રીજા રાષ્ટ્રીય પ્રકલ્પ અંતર્ગત “મૌખિક પ્રશ્નમંચ” ૧૧ માધ્યમિક અને ૩૦ પ્રાથમિક શાળાઓમાં લેવાયેલ લેખિત કસોટીમાં દરેક શાળામાંથી પ્રથમ-દ્વીતિય ક્રમ મેળવનાર કુલ ૮૨ વિદ્યાર્થી (૧૧+૩૦ ટીમ) વચ્ચે મૌખિક પ્રશ્નગુચ્છ ના પાંચ રાઉન્ડમાં ઉત્સાહભેર શ્રી કુંભાણી મ્યુનિ.ગર્લ્સ સ્કૂલ,જેતપુર ખાતે યોજાયો હતો.
ફાઈનલ રાઉન્ડના અંતે માધ્યમિક વિભાગમાં શ્રી સરસ્વતી માધ્યમિક વિદ્યામંદિર -પ્રથમ,શ્રી જેતલસર હાઇસ્કુલ -દ્વિતીય અને શ્રી કુંભાણી ગર્લ્સ સ્કૂલ- તૃતીય ક્રમ મેળવી અવ્વલ નંબરે રહી હતી.તેમજ પ્રાથમિક વિભાગમાં ગ્રામીણ વિસ્તારની સરકારી શાળા શ્રી ડેડરવા પ્રાથમિક શાળા-પ્રથમ,શ્રી અંકુર પ્રાયમરી સ્કુલ-દ્વિતીય અને શ્રી સ્વામિનારાયણ વિદ્યાલય-તૃતીય ક્રમ પર વિજેતા રહી હતી.
આ ભારત કો જાનો મૌખિક સ્પર્ધામાં ભાગ લેનાર તમામ ૮૨ છાત્રને સંસ્થાના સભ્યો તથા મંચસ્થ મહેમાન હસ્તે પારિતોષિક સાથે યોગ્ય પુરસ્કાર અર્પણ કરી તેજસ્વી પ્રતિભા બદલ પ્રોત્સાહિત કરવામાં આવેલ.બન્ને વિભાગમાંથી પ્રથમ,દ્વિતીય અને તૃતીય સ્થાન પર વિજેતા થયેલ શાળાઓને આકર્ષક શિલ્ડ એનાયત કરી બિરદાવવામાં આવેલ હતી.આ કાર્યક્રમને સફળ બનાવવા બન્ને પ્રો.ચેરમેન તથા સભ્યોએ ખુબ જહેમત ઊઠાવી હતી.