
તા.૧૪ ફેબ્રુઆરી
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
રાજકોટ જિલ્લાના ગોંડલ ખાતે સંયુક્ત નિયામકની કચેરી, ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય, રાજકોટ તથા એગ્રો કંપની દ્વારા “હેઝાર્ડ્સ કેમીકલ હેન્ડલીંગ એન્ડ ઓપરેશનલ સેફ્ટી ઇન ઇન્ડસ્ટ્રીઝ” વિષય પર સેમીનાર યોજાયો હતો.
રાજકોટ જિલ્લાની ફાર્માસ્યુટીકલ, કેમીકલ, લેમીનેટ અને જોખમી કેમીકલનો ઉપયોગ કરતી ૪૫ જેટલી ઇન્ડસ્ટ્રીઝના કુલ ૭૫ પ્રતિનીધીઓએ આ સેમિનારમાં ઉપસ્થિત રહી માર્ગદર્શન મેળવ્યું હતું.

આ સેમીનારમાં એક્સટર્નલ ફેકલ્ટી શ્રી સી.પી.દોશી દ્વારા ઇન્ડસ્ટ્રીમાં કામ દરમ્યાન ઉપયોગમાં લેવાતા હેઝાર્ડસ કેમીકલના હેન્ડલીંગ અને પ્રોડક્શન પ્રોસેસમાં તેનાં સલામત ઉપયોગ અંગેની સમજણ અને માર્ગદર્શન આપ્યું હતું.
આ તકે રાજકોટ રીજીયનના સંયુક્ત નિયામકશ્રી એચ.એસ. પટેલ તેમજ શ્રી અશ્વિનભાઈ ગોહેલે પ્રાસંગિક ઉદબોધન કર્યા હતા. સેમિનારમાં શ્રી પ્રવીણભાઈ જસાણી, શ્રી વિનુભાઈ સરધારા, શ્રી મહેશભાઈ સાવલીયા, ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ કચેરીના અન્ય અધિકારીઓ શ્રી ડી.બી. મોણપરા, શ્રી એચ.એ.ચોટલીયા, શ્રી બી.પી.પંચાસરા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.








