BANASKANTHAPALANPUR

સર ભવાનીસિંહ વિદ્યાલય દાંતા ખાતે વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી* 

21 ફેબ્રુઆરી વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

સમગ્ર વિશ્વમાં 21 મી ફેબ્રુઆરીના રોજ દર વર્ષે વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવે છે. વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણીની પ્રેરણા બાંગ્લાદેશ તરફથી મળી હતી 1952માં પાકિસ્તાનની સરકારે બાંગલાદેશમાં (પૂર્વ પાકિસ્તાન) પોતાની ભાષાનીતિનો અમલ કરાવવા માટે પ્રયત્નો શરૂ કર્યા હતા. તે સમયે ઢાકા યુનિવર્સીટીના વિદ્યાર્થીઓએ તેનો સખત વિરોધ કર્યો હતો ત્યારે પાકિસ્તાન સરકાર દ્વારા આ વિરોધ કરનાર વિદ્યાર્થીઓ ઉપર ગોળીબાર કરવામાં આવ્યો હતો. તેમાં કેટલાય વિદ્યાર્થીઓ શહીદ થયા હતા. આ શહીદોની યાદમાં બાંગ્લાદેશની ભલામણથી યુનેસ્કોએ 21 ફેબ્રુઆરી 2000થી સમગ્ર વિશ્વમાં વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવે છે. વિશ્વ માતૃભાષા દિવસનો મુખ્ય હેતુ સ્થાનિક માતૃભાષા અને તેની સભ્યતા અને સંસ્કૃતિનું જતન કરવા માટેનો છે. માતૃભાષાનું અસ્તિત્વ ખતમ ન થઈ જાય તેના માટેનો પ્રયાસ કરવાનો આ અવસર છે. આજરોજ સર ભવાનીસિંહ વિદ્યાલયમાં વિશ્વ માતૃભાષા દિન નિમિત્તે ગુજરાત સરકાર દ્વારા આયોજિત બાયસેગ કાર્યક્રમમાં તમામ સ્ટાફ મિત્રો અને તમામ વિદ્યાર્થી મિત્રોએ હાજરી આપી સમગ્ર કાર્યક્રમ નિહાળ્યો હતો. છેલ્લે શાળાના ભાષાશિક્ષક શ્રી આર એલ પરમારે ગુજરાતી ભાષાનું મહત્ત્વ સમજાવ્યું હતું. છેલ્લે શાળાના સુપરવાઈઝરશ્રીએ કાર્યક્રમમાં ભાગ લીધેલ સર્વે સ્ટાફ મિત્રો અને વિદ્યાર્થી ભાઈ બહેનોને અભિનંદન પાઠવ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button