
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
રેલ્લાંવાડા કુણોલ રોડ પર ધોરાપાણા ગામ પાસે રસ્તા પર ભુવો પડ્યો, R&B વિભાગ અજાણ
લ્યો બોલો હજુ તો ચોમાસાનીઋતુની શરૂઆત થઇ નથી ને વગર વરસાદે રસ્તા પર ભુવા પડવાનું ચાલુ થઇ ગયું છે જે રસ્તાની હલકી કામગીરી સામે આવતી હોય તેવું લાગી રહ્યું છે વાત છે મેઘરજ તાલુકાના રેલ્લાંવાડા ગામ થી કુણોલ મેઘરજ તરફ જતા રસ્તાની
રેલ્લાંવાડા ગામથી કુણોલ તરફ જતા માર્ગ પર ધોરાપાણા ગામ ના સ્ટેન્ડ પાસે રસ્તા પર ગરનાળા ના ભાગે નાનો ભુવો પડ્યો છે સ્થાનિકો દ્વારા ખાડાથી બચવા પથ્થર મુકવામાં આવ્યા છે પરંતુ આ બાબતે મેઘરજ R&B વિભાગ ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે જ્યાં ભુવો પડ્યો છે એ એજ જગ્યા છે જ્યાં ગઈસાલ પણ રસ્તાની વચ્ચે જ મોટો ખાડો પડ્યો તો અને ફરીથી એજ જગ્યાએ રસ્તાની બાજુમાં જ ખાડો પડ્યો છે ત્યારે સમારકામ માં પણ વેઠ ઉતારી હોય તેવું લાગી રહ્યું છે આ બાબતે મેઘરજ R&B વિભાગ ઘોરનિંદ્રામાંથી જાગે અને મોટો અકસ્માત થાય તે પહેલા જ્યાં ખાડો પડ્યો છે ત્યાં રીપેરીંગ કામ હાથ ધરવામાં આવે તે જરૂરી છે.