JAMNAGARJAMNAGAR CITY/ TALUKO

ગ્રીન કોમ્યુનિટી /ચૈતન્ય ટ્રસ્ટ તરફથી પર્યાવરણ જાગૃતિ નો કાર્યક્રમ યોજાયો

શું તમે જાણો છો દર સેકન્ડે એક ફૂટબોલ ના ગ્રાઉન્ડ જેટલું જંગલ ઓછું થાય છે અને કેટલા વૃક્ષો કપાય છે શું તમે જાણો છો દર વર્ષે ભારતમાં 20 લાખ લોકો પ્રદૂષિત હવાને લીધે સમય કરતા વહેલા મૃત્યુ પામે છે શું તમે જાણો છો દુનિયામાં બે કરોડ લોકો અને ભારતમાં છ લાખ લોકો દર વર્ષે અશુદ્ધ પાણી પીવાથી મોતને ભેટે છે શું તમને ખ્યાલ છે કે રોજના 27000 વૃક્ષો અને વર્ષના એક કરોડ વૃક્ષો નું નિકંદન પેપર નેપકીન બનાવવા માટે કરવામાં આવે છે ? છેલ્લા 9000 વર્ષમાં જેટલું જંગલ ઓછું નહોતું થયું તેટલું જંગલ છેલ્લા 100 વર્ષમાં થઈ ગયું છે, શું તમે જાણો છો કે ભારત આઠમું સૌથી પ્રદુષિત દેશ તરીકે જાણીતો છે, એ દુનિયામાં સૌથી વધારે પ્રદુષણ ફેલાવતા 29 શહેરોમાંથી 21 શહેરો ભારતમાં આવેલા છે, ૯૧% ટકા લોકો પ્રદૂષિત હવા લઈ રહ્યા છે એટલે કે 10 માંથી નવ લોકો પ્રદૂષિત હવાનો શિકાર બની ગયેલ છે…

આવી ખૂબ જ ઉપયોગી અને શોકિગ ફેક્ટ ની માહિતી રાજકુમાર સ્કૂલ ખાતે આપવામાં આવેલ હતી
તારીખ 7 જુલાઈ 2023 ના રોજ સાંજે સાડા પાંચ વાગે ધોરણ 10, 11 અને 12 ના 255 બાળકોને પર્યાવરણ જાગૃતિ વિશે ખૂબ જ ઉપયોગી માહિતી ગ્રીન કોમ્યુનિટી/ચૈતન્ય ચેરીટેબલ ટ્રસ્ટ તરફથી આપવામાં આવેલી હતી.
જામનગરમાં વૃક્ષોનું આવરણ હાલ 10% છે તેનાથી વધારીને 50% કરવા માટે એક મહા અભિયાન ક્લીન અને ગ્રીન જામનગરના નેજા હેઠળ કરવામાં આવી રહ્યું છે આ અંતર્ગત લોકોને જાગૃત કરવા માટે એક કાર્યક્રમ ગ્રીન કોમ્યુનિટી ચૈતન ટ્રસ્ટ તરફથી સિગ્નેચર કમ્પાઉન્ડ અને પર્યાવરણ જાગૃતિ નો કાર્યક્રમ રાજકુમાર કોલેજ ખાતે રાખવામાં આવેલ હતો જેમાં સ્વાગત પ્રવચન રાજકુમાર સાયન્સ સંકુલ સ્કૂલના પ્રિન્સિપાલ અને ટ્રસ્ટી એવા શ્રી લક્ષ્મણભાઈ મારુ તરફથી કરવામાં આવેલ હતી આ તો કે તેઓએ ગ્રીન કોમ્યુનિટી ચૈતન ટ્રસ્ટ સંસ્થાને બિરદાવી હતી અને જામનગરને 50% વૃક્ષોનું આવરણ સાથે ગ્રીન કરવા માટેની આ પહેલને આગળ વધારવા માટે તમામ સાથ સહકાર આપવામાં આવશે તેવી ખાતરી આપી હતી.
હિતેશ પંડ્યા એ કાર્યક્રમની શરૂઆતમાં 50% વૃક્ષોનું આવરણ કેમ વધારવું તેમ જ ગ્રીન કોમ્યુનિટી આ માટે શું કાર્ય કરી રહી છે તેમજ જામનગરના લોકો આ માટે શું કરી શકે તે વિશે પૂરતી સમજ આપેલી હતી.
સ્મિત પાઠક તરફથી ઇકો બ્રિક્સ એટલે શું ઇકો બ્રિક્સ કેવી રીતે બનાવવામાં આવે છે તેમજ ઇકો બ્રિક્સનું ડેમોસ્ટ્રેશન સાથે નિદર્શન કરી અને બાળકોને દર મહિને એક ઇકો બ્રિક્સ તૈયાર કરવા માટે જણાવેલ હતું
મૌર્યા ઠાકોરે કાર્બન ફૂટ પ્રિન્ટ એટલે શું કાર્બન ફૂટ પ્રિન્ટ અને ગ્લોબલ વોર્મિંગ તેમજ વાતાવરણમાં તેમની સુ અસર અને કાર્બન ફૂટ પ્રિન્ટ ઘટાડવા માટે આપણે શું કરી શકીએ તે વિશે ખૂબ જ ઉપયોગી માહિતી આપવામાં આવેલી હતી
પ્રણવ રાણકે એ સિંગલ યુઝ પેપર નેપકીન ઉપર પ્રતિબંધ વિશેના અભ્યાનો વિશે વાત કરી હતી રોજના 27000 વૃક્ષોનું નિકંદર પેપર નેપકીન બનાવવા માટે કરવામાં આવે છે તે વિશે માહિતી આપી હતી અને તેના લીધે ખૂબ જ પ્રદૂષણ થાય છે તેમજ પેપર નેપકીનની બદલે રૂમાલનો ઉપયોગ કરવા વિશે સમજણ પૂરી પાડી હતી
નંદ વડાલીયા એ ચકલી બચાવો અભિયાન વિશે માહિતી આપી હતી અને ચકલીની પ્રજાતિ નષ્ટ થાય તે પહેલા તેને બચાવી લેવા માટે આ અગાઉ ગ્રીન કોમ્યુનિટી દ્વારા કરવામાં આવેલ કામગીરીની વિગત આપી હતી અને બાળકોને ચકલી બચાવવા માટે વિવિધ રીતે આગળ આવવા માટે માર્ગદર્શન આપેલું હતું.
હિત સાવલિયાએ પ્લાસ્ટિક મુક્ત પ્રસંગ અભિયાન વિશે જણાવ્યું હતું કે દર મિનિટે બાર લાખ પ્લાસ્ટિકની બોટલ નું ઉત્પાદન કરવામાં આવે છે અને આમાંથી 91%પ્લાસ્ટિકની બોટલ રિસાયકલ થતી નથી એટલે કે લેન્ડફિલમાં જાય છે, આપણા દરેક પ્રસંગો જેમ કે જન્મદિવસ, લગ્નગાંઠ, લગ્ન અને અન્ય સામાજિક પ્રસંગોમાં પ્લાસ્ટિકની બોટલ, પ્લાસ્ટિકની ચમચી, પ્લાસ્ટિકની ડીશ, પ્લાસ્ટિકની સ્ટ્રો તેમજ પ્લાસ્ટિકના અન્ય સાધનો કે વાસણોનો ઉપયોગ ન કરવો જોઈએ તે વિશે ઉદાહરણ સાથે ઉપયોગી માહિતી આપી હતી. અને આવા પ્લાસ્ટિક મુક્ત પ્રસંગની ઉજવણી કરનાર દરેક પ્રસંગનું સોશિયલ મીડિયામાં ધ્યાન ખેંચાય તે રીતે નોંધ લેવામાં આવશે તેમ જણાવેલ હતું.
દેવાંશુ કામદારે વોટર હાર્વેસ્ટિંગ અને સઘન વૃક્ષારોપણ વિશે ઉપયોગી માહિતી આપીને પર્યાવરણની જાળવણી અને પર્યાવરણ સંરક્ષણ કેમ કરાય તે વિશે જણાવેલ હતું.
કાર્યક્રમના અંતે દરેક વિદ્યાર્થીઓએ ઊભા થઈને હાથ લાંબા કરીને પ્રતિજ્ઞા લીધી હતી અને દર વર્ષે પોતાના જન્મદિવસે ઓછામાં ઓછું એક વૃક્ષ વાવશે તેમજ દર મહિને એક ઇકો બ્રિક્સ બનાવશે અને ગ્રીન કોમ્યુનિટીને આપશે તેવી પ્રતિજ્ઞા લીધી હતી.
રાજકુમાર સાયન્સ સંકુલ સ્કૂલના પ્રિન્સિપાલ શ્રી લક્ષ્મણભાઈ મારુ એ આભાર વિધિ કરી હતી અને બાદમાં કાર્યક્રમ પૂર્ણ જાહેર થયેલ હતો.
કાર્યક્રમને સફળ બનાવવા માટે ગ્રીન કોમ્યુનિટી/ ચૈતન્યબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ કાજલ પંડ્યા, હિતેશ પંડ્યા તેમજ સ્મિત પાઠક, મૌર્યા ઠાકોર, પ્રણવ રાણકે, નંદ વડાલીયા, હિત સાવલિયા, દેવાંશુ કામદાર વગેરે સ્વયંસેવકોએ જહેમત ઉઠાવી હતી.
જામનગરને 50% વૃક્ષોના આવરણ થી ગ્રીન કરવા માટે, લીલુંછમ કરવા માટેની આ ઝુંબેશ માં સહકાર આપવામાં માંગતા સજ્જનોએ હિતેશ પંડ્યા 7405775787 ઉપર સંપર્ક કરવો

[wptube id="1252022"]
Back to top button