
રાષ્ટ્રીય બાલરક્ષક શૈક્ષણિક અને સામાજિક પ્રતિષ્ઠાન મહારાષ્ટ્ર દ્વારા આયોજિત રાષ્ટ્રીય શૈક્ષિક સંગોષ્ઠી અને નેશનલ કક્ષાનો સન્માન સમારોહ નાશિકમાં શાસકીય અધ્યાપિકા વિદ્યાલય ખાતે યોજાઈ ગયો.જેમાં ગુજરાતમાંથી સુરત જિલ્લા ના ટકારમાં ના વતની કૌશિકા પટેલને રાષ્ટ્રીય કક્ષાએ સન્માન કરવામાં આવ્યું સમાજ સેવા બદલ વિશિષ્ટકાર્ય બદલ પસંદગી થઈ હતી.તેઓ સૌને એવોર્ડ સ્વરુપે શિલ્ડ, સર્ટિફિકેટ અને પુસ્તક દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે નાશિકના જિલ્લા શિક્ષણાધિકારીતથા સમાજ સેવી શ્રીમતિ ફ્લેજી દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય બાલરક્ષક એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો.કૌશિકા પટેલ હાલ સુરત જિલ્લા પંચાયત પી એસ સી ઇન્સ્ટ્રકટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.ગામનું અને સમાજનું નામ રોશન કરવા બદલ ગામજનો તથા સમાજના અગ્રણીઓ દ્વારા અભિનંદન પાઠવ્યા.

[wptube id="1252022"]





