
કોબા શાળાના આચાર્યશ્રી ડો.ધર્મેશ પટેલ નવી સોચ અને નવા અભિગમ સાથે બાળકોના કુમકુમ ના પગલાં પાડી કાયમ માટે યાદ રહે એ માટે કોળા કાગળમાં કુમકુમના પગલાં પાડી ને ફોટો ફેમ વિદ્યાર્થી પોતાના ઘરમાં આ ફેમ રાખશે.જ્યા સુધી ભલશે ત્યા સુધી એમના માટે આજનો દિવસ સુવણ દિવસ ગણાશે. જિંદગીભર ના ભુલાઈ આ દિવસ.
વિશેષમાં કોઈ પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે, કન્યાઓનું શાળાઓમાં 100 ટકા નામાંકન થાય, શાળામાંથી ડ્રોપ આઉટ રેશિયો ઘટે તે માટે રાજ્ય સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો આરંભ કરવામાં આવ્યો છે. જેમાં જિલ્લામાં 1 જૂન- 2023 ના પાંચ વર્ષ પૂર્ણ થયા હોય તેવા બાલવાટીકામાં પ્રવેશપાત્ર 1 જૂન- 2023માં 6 વર્ષ પૂર્ણ થતા હોય તેવા ધોરણ 1 માં પ્રવેશપાત્ર બને છે.
પ્રવેશોત્સવ-2023
કન્યા કેળવણી રથયાત્રા અને શાળા પ્રવેશોત્સવનું આયોજન તા. 12 થી 14 જૂન દરમિયાન ઘણાં રૂટમાં કરાયું છે. જેમાં એક રૂટમાં શાળાના ઝુડ બનાવી એક દિવસમાં આશરે 225 શાળામાં એક સાથે પ્રવેશોત્સવ ઉજવાશે. તેમ કુલ ત્રણ દિવસ મળીને જિલ્લાની શાળામાં પ્રવેશોત્સવ- 2023 નું આયોજન કરેલ છે.
તાલુકા પચાયત ના ઉપ પ્રમુખ જશુબેન .કિશોરભાઈ સામાજિક ન્યાય સમિતિ ના અધ્યક્ષ હાજર રહ્યા.ગામના સરપંચશ્રી દિલીપભાઈ આભાર વિધિ કરી અને વૃક્ષા રોપણ કાર્યક્રમ કર્યો.






