સુરત ગ્રામ્ય વિસ્તારમાં સૌ પ્રથમવાર સરકારી શાળા કોબામાં સાયકલિંગ સ્પર્ધા યોજાઈ.

મનુષ્યના જીવનમાં સ્પોર્ટ રમત ગમત ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. જ્યારે રમત ગમત એ દરેક મનુષ્યને પ્રમાણિકતા અને ખેલ દિલનો અનુભવ કરાવે છે. દરેક વ્યક્તિને પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે પોતાની કાળજી રાખવી અને શરીર સ્વચ્છ રાખવા માટે કોઈકને કોઈક રમત રમવી જોઈએ.
સપોર્ટ દરેક વ્યક્તિમાં રહેલ પ્રમાણિકતા ખેલદિલી અને પોતાની બહાદુરી અને અંદર રહેલી વિવિધ શક્તિનો વિકાસ થાય છે. અને દરેક રમતવીર એક સ્વસ્થ નાગરિક બને એ હેતુથી આજના આ રમતોત્સવ નિમિત્તે ઉપસ્થિત બી.આર.સી શ્રી બ્રિજેશભાઈ ટી.પી.ઓ શ્રી નગીનભાઈ સી.આર.સી રાકેશભાઈ તથા ગામના સરપંચ શ્રી દિલીપભાઈ પટેલ અને તલાટી શ્રી ઉપસ્થિત રહ્યા.
અને આ સ્પોર્ટ ડે નિમિત્તે કોબા પ્રાથમિક શાળા, પારડી કોબા પ્રાથમિક શાળા, સરસાણા પ્રાથમિક શાળા, કસાદ પ્રાથમિક શાળા આમ ચાર સ્કૂલના વિદ્યાર્થીઓ માટે સ્પોર્ટ ડે ઉજવાયો હતો, સાથે શિક્ષકોની ભારે જહેમત ઉઠાવી અને આજના આ કાર્યક્રમ ખૂબ જ સુંદર રીતે પૂર્ણ કરવામાં આવ્યો.
આજના આ સપોર્ટ ડે ના સ્પોન્સર ગામના સરપંચ શ્રી દિલીપભાઈ અને નાસ્તો જમવાની વ્યવસ્થા શ્રી ગામના તલાટી કમ મંત્રીશ્રી દ્વારા સંપૂર્ણ પાડવામાં આવ્યો છે. સમગ્ર સ્પોર્ટ્સ નું આયોજન કોબા પ્રાથમિક શાળાના શિક્ષકો અને આચાર્ય શ્રી ડો ધર્મેશ પટેલ દ્વારા સંચાલન કરવામાં આવ્યું.






