
ભારતમાં 23મી ડિસેમ્બરે રાષ્ટ્રીય ખેડૂત દિવસ ઉજવવામાં આવે છે. આ પ્રસંગે દેશભરમાં ખેડૂતોના યોગદાન માટે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. પરંતુ આ દિવસ ફક્ત 23 ડિસેમ્બરે જ ભારતમાં કેમ ઉજવવામાં આવે છે? વાસ્તવમાં, આ ખાસ દિવસ ભારતના પાંચમા વડાપ્રધાન અને ખેડૂતોના મસીહા તરીકે ઓળખાતા ચૌધરી ચરણ સિંહની જન્મજયંતિ પર દર વર્ષે ઉજવવામાં આવે છે. ભારતીય ખેડૂતોની સ્થિતિ સુધારવાનો શ્રેય ચૌધરી ચરણ સિંહને જાય છે. પોતે એક ખેડૂત હોવાને કારણે ખેડૂતોની સમસ્યાઓ અને પરિસ્થિતિથી તેઓ સારી રીતે વાકેફ હતા, તેથી તેમણે ખેડૂતો માટે ઘણા સુધારા કર્યા. અંતે આજના દિવસે ગામના સરપંચ શ્રી દિલીપભાઈ પટેલ જેમને નવસારી યુનિવર્સિટી દ્વારા બેસ્ટ ખેડૂત માટે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. એમના માર્ગદર્શન હેઠળ બાળકો ને ખેતી વિશે વધુ માહિતી આપવામાં આવી.

[wptube id="1252022"]





