
જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત માંડવી તાલુકાની ગોડધા પ્રાથમિક શાળાનો શૈક્ષિણક પ્રવાસ યોજાયો હતો. સદર પ્રવાસમાં બાળકો ગલતેશ્વર મહાદેવ મંદિર, સરથાણા નેચર પાર્ક, સાયન્સ સીટી, અડાજણ એક્વેરિયમ સહિત ડુમસ દરિયા કિનારાની મુલાકાત લઈ રોમાંચિત થયાં હતાં.
સુરત શહેરમાં પોલીસ તરીકે ફરજ બજાવતાં ગોડધા ગામનાં વતની વિજયભાઈ રામાભાઈ ચૌધરીએ તમામ પ્રવાસી બાળકોને આઈસ્ક્રીમની ખવડાવી આનંદિત કર્યા હતાં. ઢળતી સાંજે ડુમસ દરિયાકિનારે ગોડધા ગામનાં રહીશ અને હાલ સુરતમાં રહેતાં અરવિંદભાઇએ તમામ બાળકોને બટાકાપુરી અને ભજીયાની મિજબાની કરાવી હતી. સાથેજ તેમણે બાળકોને પોતાનાં તરફથી વિનામૂલ્યે ઊંટ સવારી અને બાઇક સવારી કરાવી હતી.
પ્રવાસ દરમિયાન બાળકોને સાથી શિક્ષકગણે જે તે સ્થળથી માહિતગાર કર્યા હતાં. તમામ બાળકોએ મન ભરીને પ્રવાસની મોજ માણી હતી. અંતમાં શાળાનાં આચાર્ય ભૂપેશ ચૌધરી તથા સ્ટાફગણે તમામ બાળકો વતી વિજયભાઈ અને અરવિંદભાઈની દિલેરી પ્રતિ આભારની લાગણી વ્યકત કરી હતી.
રિપોર્ટ: વિજય પટેલ દ્વારા (ઓલપાડ)


[wptube id="1252022"]