
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ | ડાંગ
રાજય સરકારશ્રીના બાગાયત વિભાગ દ્વારા ખેડુતો માટે આઇ-ખેડુત પોર્ટલ પર વિવિધ ઘટકોમા સહાય અરજીઓ મેળવવા માટે આઇ-પોર્ટલ ખુલ્લુ મુકવામા આવ્યુ છે, જે બાબતે ડાંગ જિલ્લાના ખેડુતોને બાગાયત વિભાગ દ્વારા અરજી કરવા અંગે જણાવાયુ છે.
ગુજરાત સરકારશ્રી દ્વારા રાજયમા બાગાયતી ખેતીના વિકાસ માટે વિવિધ પ્રોત્સાહક યોજનાઓ અમલમા મુકવામા આવેલ છે. ચાલુ વર્ષમા ખેડુતો બાગાયત ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ ઘરઆંગણે સરળતાથી મેળવી શકે તે હેતુસર રાજ્ય સરકારશ્રી દ્વારા વર્ષ ર0ર૩-ર૪ માટે આઇ-ખેડુત પોર્ટલ અખાત્રીજના શુભ દિવસથી ખુલ્લુ મુકવામા આવેલ છે.
રાજ્યના ખેડૂતો બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓનો લાભ મેળવવા માટે તા. રર/0૪/ર૦ર૩ થી તા. ૩૧/૦૫/ર૦ર૩ સુધી આઈ-ખેડુત પોર્ટલ પર ઓનલાઇન અરજીઓ કરી શકશો. એક અખબારી યાદીમા જણાવ્યા અનુસાર ખેડુતોએ અરજી કર્યા બાદ અરજીની પ્રીટ લઇ જરૂરી સાધનિક કાગળો સહ જિલ્લાના નાયબ/મદદનીશ બાગાયત નિયામકશ્રીની કચેરીએ સમય મર્યાદામા મોકલી આપવા ખેડુતોને અનુરોધ કરવામા આવે છે.








