ધોરણ 12 ની વિદ્યાર્થીની સાથે ટ્યુશન શિક્ષકનું દુષ્કર્મ, વિડીયો વાયરલ કર્યો

સુરત હજીરા રોડના ઇચ્છાપોર વિસ્તારમાં રહેતી યુ.પીના દેવરીયા જિલ્લાના પરિવાર દસેક દિવસ અગાઉ વતન ખાતે ધો. 12 ની પરીક્ષા આપનાર યુવતીના ટ્યુશન શિક્ષક અરૂણ વર્મા સાથેનો બિભત્સ વિડીયો વાયરલ થયો હોવાનું જાણવા મળ્યું હતું. પરંતુ વિડીયો જોયો ન હોવાથી તેની અવગણના કરી હતી. જો કે ગત સાંજે યુવતીની માતા કારખાનામાં નોકરી પરથી પરત આવી રહી હતી ત્યારે હમવતનીએ વિડીયો બતાવ્યો હતો.
જેમાં યુવતી સાથે ટ્યુશન શિક્ષક અરૂણ વર્માને કઢંગી હાલતમાં જોઇ ચોંકી ગઇ હતી અને તુરંત જ આ અંગે યુવતીની પૃચ્છા કરી હતી. યુવતીએ રડતા રડતા કબૂલાત કરી હતી કે ગત 27 માર્ચે ઇચ્છાપોરના ક્રિષ્ણાનગરમાં એસ.કે. બંગાળી સાડી નામની દુકાનની ઉપર આવેલા અરૂણ ક્લાસીસમાં સ્પોકન ઇગ્લીંશના ક્લાસમાં ગઇ હતી ત્યારે ક્લાસીસમાં નોકરીની વાત કરવાના બહાને અરૂણ વિજયકુમાર વર્મા (ઉ.વ. 37 હાલ રહે. આવિષ્કાર એપાર્ટમેન્ટ, ઇચ્છાપોર અને મૂળ. ભરતપુર, રાજસ્થાન) સર તેમના ઘરે લઇ ગયા હતા. જયાં એકલતાનો લાભ લઇ નોકરીની લાલચ આપી જબરજસ્તી શરીર સંબંધ બાંધ્યો હતો. જેને પગલે યુવતીની માતા એ શિક્ષકના સ્વાંગમાં હવસખોર અરૂણ વર્મા વિરૂધ્ધ ઇચ્છાપોર પોલીસમાં ફરીયાદ નોંધાવતા પોલીસે તેની ધરપકડ કરી છે.






