
તા.૨૪ માર્ચ
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
જેતપુરમાં સિંધી સમાજ દ્વારા પોતાના ઈષ્ટદેવ જુલેલાલની જન્મ જયંતિ ચેટીચાંદ પર્વની આસ્થા અને ઉમંગભેર ઉજવણી કરવામા આવી હતી તેમજ જેતપુરમાં સિંધી સમાજ દ્વારા બાઈક રેલી તેમજ શોભાયાત્રા સહિતના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.

ચેટીચાંદને સમગ્ર સિંધી સમાજ નુતન વર્ષ તરીકે ઉજવે છે. આ દિવસે સિંધી સમાજના લોકો પોતાના ઘર મંદિરોમાં ઝૂલેલાલ ભગવાનની વિધિવત રીતે પૂજા વિધિ કરે છે. ત્યારે જેતપુર શહેરમાં વસતા સિંધી સમાજના લોકો દ્વારા ચેટીચાંદ એટલે કે નૂતન વર્ષ અને ઝૂલેલાલ ભગવાનના જન્મ દિવસની ભાવભેર ઊજવણી કરવામાં આવી હતી. સિંધી સમાજ દ્વારા સવારે જેતપુર શહેરમના મુખ્યમાર્ગો પર ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં શહેરના નાનાચોક વિસ્તારમા આવેલ જુલેલાલ મંદિરથી રેલીનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું અને આ શોભાયાત્રા શહેરના એમ.જી. રોડ, સ્ટેન્ડ ચોક, તીનબતી ચોક, કણકિયા પ્લોટ ફૂલવાડી થઈ નાના ચોકમાં આવેલ ઝુલેલાલનાં મંદીરે રેલી આવી પહોચી હતી આ રેલી માં સમગ્ર સિંધી સમાજના અગ્રણીઓ યુવાનો, બાળકો, યુવાનો, વડીલો અને બહેનો બહોળી સંખ્યામાં જોડાયા હતા.

ત્યારબાદ સાંજના સમયે નાનાચોકમાં આવેલ ભગવાન શ્રીઝૂલેલાલજીનાં મંદિરેથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી શહેરના વિવિધ માર્ગો ઉપર ફરી હતી. શોભાયાત્રામાં આયોલાલ જુલેલાલના નારા ગુંજી ઉઠ્યા હતા. સિંધી સમાજના અગ્રણીઓ યુવનો બાળકો અને બહોળી સંખ્યામાં મહિલાઓ જોડાય હતી અને તહેવારની ઉમંગ. ઉત્સાહ થી ઊજવણી કરવામાં આવી હતી.








