
ઓલપાડ : ઓલપાડ તાલુકા આઝાદદિન સ્મારક કેળવણી મંડળ ઓલપાડ સંચાલિત જ. ર. પટેલ ટકારમાં હાઈસ્કૂલમાં તેજસ્વી તારલાઓનો ઈનામ વિતરણ સમારંભ ઓલપાડ તાલુકા આઝાદ દિન સ્મારક કેળવણી મંડળના માનંદ મંત્રી જ્યંતીભાઈ પટેલ ની અધ્યક્ષતામાં યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆતમાં શાળાના ઇન્ચાર્જ આચાર્ય પ્રમોદ પટેલે સોંને આવકારી શાળાની શિક્ષણલક્ષી પ્રવૃત્તિ અંગે વિસ્તૃત ચિંતાર રજુ કર્યો હતો. ત્યારબાદ શાળાના પ્રમુખ મનહરભાઈ પટેલે જણાવ્યું હતું કે વાલીઓ પોતાના બાળકોને સારા સંસ્કાર માટે અને ઉત્તમ શિક્ષણ માટે શાળામાં મોકલતા હોય છે. ત્યારે બાળકોનું ઉજ્જળું ભવિષ્ય બનાવવા માટે આપણે સોઉંએ ચિંતા કરવાની જરૂર છે. તેમજ બોર્ડના વિધાર્થીઓ ને આગામી દિવસોમાં પરીક્ષા આવી રહી છે ત્યારે ખુબ મહેનત કરી ઉચ્ચ ગુણ મેળવી આગળ વધવા અનુરોધ કર્યો હતો અને ઇનામ પાત્ર વિધાર્થીઓને અભિનંદન પાઠવી ઉત્તરોતર પ્રગતિ કરે તેવી શુભેચ્છા પાઠવી હતી. ઓલપાડ તાલુકા આઝાદ દિન સ્મારક કેળવણી મંડળના માનંદમંત્રી જ્યંતિભાઈ પટેલે ક્વોલેટી શિક્ષણ પર ભાર મૂકી જણાવ્યુ હતું કે કઈ રીતે ક્વોલીટી શિક્ષણ વિધાર્થીઓને મળે. તેમણે શિક્ષકો ને જણાવ્યુ હતું કે ધોરણ 10 માં અભ્યાસ કરતા વિધાર્થીઓની પરીક્ષા નજીક આવી રહી છે ત્યારે ચિંતન મંથન અને લેખન કરવાની જરૂર છે. વિધાર્થીઓ કેવી મહેનત કરે છે તેનું મૂલ્યાંકન કરો જેથી તેમની ટકાવારી ઉચ્ચ રહે અને શાળાનું પરિણામ પણ સારુ રહે તેમજ કૌશલ્ય વર્ધક જ્ઞાન, મૂલ્ય વર્ધક જ્ઞાન અને શિક્ષણ મેળવ્યા પછી આગળ વધે તેવું માર્ગદર્શન આપો. ધો.1 થી 9 માં પરીક્ષામાં પ્રથમ દ્રિતીય ક્રમ મેળવનાર વિધાર્થીઓ ને તેમજ એસ. એસ. સી બોર્ડ માં પ્રથમ અને વિષયવાર વધુ માર્ક્સ મેળવનાર વિધાર્થીને તેમજ શાળામાં યોજાયેલ વિવિધ રમત ગમત માં પ્રથમ ક્રમ મેળવનાર વિધાર્થીઓનું મહાનુભાવોના હસ્તે સ્મૃતિભેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ટકારમા હાઈસ્કૂલના ઈનચાર્જ આચાર્ય પ્રમોદ પટેલ પ્રાથમિક વિભાગના આચાર્ય ધર્મેન્દ્રસિંહ કોસાડા પ્રમુખ મનહરભાઈ પટેલ સહીત શાળાના હોદેદારો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.
તસ્વીર :મહેન્દ્રસિંહ માંગરોલા






