MORBIMORBI CITY / TALUKO

મોરબી સિરામિક એસો દ્વારા પાંચેય ધારાસભ્યના સન્માન સમારોહ યોજાશે

મોરબી સિરામિક એસો સહિતની સંસ્થાઓ દ્વારા તા. ૧૯ ને ગુરુવારે સાંજે ૦૩ : ૩૦ કલાકે પટેલ સમાજ વાડી, શનાળા ખાતે મોરબી જીલ્લાના પાંચ ધારાસભ્યોના સન્માન કરવામાં આવશે જેમાં મોરબી-માળિયા ધારાસભ્ય કાન્તીભાઈ અમૃતિયા, ટંકારા પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરી યા, વાંકાનેર-કુવાડવા ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, હળવદ ધ્રાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા અને કાલાવડના ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા નું સન્માન કરાશે

જે પ્રસંગે મોરબી જીલ્લા પ્રભારી મંત્રી પ્રફુલ્લભાઈ પાનસેરીયા, અગ્રણી ઉદ્યોગપતિ સવજીભાઈ ધોળકીયા, સાંસદ વિનોદભાઈ ચાવડા તેમજ સાંસદ મોહનભાઈ કુંડારિયા અને ભાજપ અગ્રણી જયંતીભાઈ કવાડિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે

[wptube id="1252022"]
Back to top button