
૧૩ જુલાઈ વાત્સલ્યમ્ સમાચાર
નિલેશ સોલંકી ઉપલેટા

શ્રી અન્ન(મિલેટ્સ) ના ઉપયોગને પ્રોત્સાહન આપવા માનનીય વડાપ્રધાન શ્રી હિમાયત ના પગલે વર્ષ ૨૦૨૩ને આંતરરાષ્ટ્રીય મીલેટ વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે આ બાબતને ધ્યાને લઈ માનનીય મંત્રી શ્રી મહિલા અને બાળ કલ્યાણ વિભાગના ની સૂચના અન્વયે જુલાઈ ૨૦૨૩ ના રોજ માનનીય જિલ્લા વિકાસ અધિકારી શ્રી ના માર્ગદર્શન હેઠળ રાજકોટ (ગ્રામ્ય) ઘટક કક્ષાએ વર્કર બહેનો વચ્ચે મિલેટ્સમાંથી બનતી જુદી જુદી વાનગીની સ્પર્ધા યોજવામાં આવેલ હતી. જે સ્પર્ધામાં સી.ડી.પી.ઓ. મનીષા બા ઝાલા શ્રી ,અને તાલુકા ના હોદેદારો અને અધિકારીશ્રીઓ દ્વારા સૌથી સારી વાનગી જેમના દ્વારા બનાવેલ હતી તે વર્કર બહેનોને પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર આપવામાં આવેલ અને વર્કર બહેનોને મીલેટ ના ફાયદા સમજાવવામાં આવ્યા અને “શ્રી અન્ન” નું મહત્વ લાભાર્થીઓ સુધી પહોંચે તેવી પહેલ કરવામાં આવી
જસદણ ઘટક કક્ષાએ શ્રી અન્ન (મિલેટ્સ) માંથી બનાવેલ વાનગીઓની સ્પર્ધા યોજાઈ જેમાં તાલુકા વિકાસ અધિકારીશ્રી જસદણ ઇનચાર્જ ,બાળ વિકાસ યોજના અધિકારીશ્રી મનીષા બા ઝાલા જસદણ તાલુકાના તાલુકા પંચાયત અધિકારી
આઇ.સી.ડી.એસ.સુપરવાઈઝરશ્રીઓ તેમજ આઇ.સી.ડી.એસ. કચેરી સ્ટાફ અને ભાગ લેનાર આંગણવાડી કાર્યકર બહેનો આ તમામે કાર્યક્રમમાં જોડાઇને કાર્યક્રમને સફળ બનાવ્યો.
ઘટક કક્ષાના આ કાર્યક્રમ સેજા કક્ષા એ આવેલ એક બે અને ત્રણ નંબર ના વર્કર બહેનો માથી તાલુકા કક્ષાના કાર્યક્રમ મા એક બે અને ત્રણ નંબર આવેલા વર્કર બહેનો ને અધિકારી દ્વારા પ્રમાણપત્રો આપી ને પ્રોત્સાહિત કરેલ હતા.








