GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI’ખેલ મહાકુંભ’ અંતર્ગત તાલુકા કક્ષાની વિવિધ સ્પર્ધાઓમાં મોડેલ સ્કૂલ મોટી બરારની ઝળહળતી સફળતા

MORBI’ખેલ મહાકુંભ’ અંતર્ગત તાલુકા કક્ષાની વિવિધ સ્પર્ધાઓમાં મોડેલ સ્કૂલ મોટી બરારની ઝળહળતી સફળતા

આજ તા. 20/01/2024 ને શનિવારના રોજ વિનય સાયન્સ સ્કૂલ ખાતે *ખેલ મહાકુંભ* અંતર્ગત માળીયા તાલુકા કક્ષાની વિવિધ એથ્લેટિક્સ સ્પર્ધાઓનું આયોજન થયેલું હતું. જેમાં ઘણી બધી શાળામાંથી અલગ- અલગ સ્પર્ધામાં સ્પર્ધકોએ ભાગ લીધેલો હતો. જેમાં મોડેલ સ્કૂલ મોટીબરારના સ્પર્ધકોમાં અંડર-17 વયજૂથમાં 100 મિટર દોડમાં સાંગા મહેશભાઈ તેમજ ઉડેચા પ્રિંયકાબેન પ્રથમ ક્રમાંકે વિજેતા થયેલ છે અને ગોળા ફેંક સ્પર્ધામાં અંબાણી વૈદેહી પણ પ્રથમ ક્રમાંકે તેમજ લાંબી કૂદ સ્પર્ધામાં રાઠવા સોનલબેન દ્વિતીય ક્રમાંકે વિજેતા થયેલ છે.અને તાલુકામાં મોડેલ સ્કૂલ મોટીબરાર અને ગામનું નામ રોશન કર્યું છે. જેમાં પ્રથમ ક્રમાંકે વિજેતા થયેલ સ્પર્ધક માળીયા તાલુકાનું પ્રતિનિધિત્વ કરી અને જિલ્લાકક્ષાએ ભાગ લેશે. જે મોડેલ સ્કૂલ મોટીબરારનું ગૌરવ છે, જેને શાળા પરિવારવતી ખૂબ ખૂબ અભિનંદન અને ભવિષ્યમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે.

[wptube id="1252022"]
Back to top button