ભરૂચ : ઝાડેશ્વર ૭૭માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે નિવૃત્ત સૈનિક ભારતીય થલસેના હસ્તે ધ્વવંદન કરવામાં આવ્યું.

૧૫ મી ઓગસ્ટ નો ભારતનો ૭૮ મો સ્વતંત્રતા દિવસ સમગ્ર દેશમાં ખૂબ જ આનંદ ઉલ્લાસના વાતાવરણમાં ઉજવાઈ રહ્યો છે. વિવિધ સરકારી-અર્ધસરકારી, શૈક્ષણિક સંકુલ, શાળા-કોલેજો, સંસ્થાઓ ખાતે ૭૭માં સ્વતંત્રતા દિવસની ઉજવણી નિમિત્તે ઉત્સાહ પૂર્વક ઉજવણી કરવામાં આવી.
આઝાદીના ૭૬ વર્ષ પૂરા થતા સમગ્ર દેશમાં છેલ્લા બે વર્ષથી આઝાદી કા અમૃત મહોત્સવના નામે સ્વતંત્રતા દિવસ તેમજ પ્રજાસત્તાક દિવસની ઉજવણી થઈ રહી છે. ત્યારે આજે ભારતની આઝાદીના ૭૭ માં વર્ષે સમગ્ર દેશમાં એક પ્રકારનું દેશ પ્રેમનું મોજુ ફરી વળ્યું હોય તેવું વાતાવરણ સમગ્ર ભારતમાં જોવા મળી રહ્યું છે. ત્યારે વર્તમાન સરકાર દ્વારા આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે તિરંગા રેલી ,મશાલ રેલી, મારી માટી… મારો દેશ… જેવા સાથે અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે.
જે અંતર્ગત હરિધામ સોખડા સંચાલીત ભરૂચના ઝાડેશ્વર સ્થિત સર્વ નમન વિદ્યા મંદિર ખાતે ૭૭માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે નિવૃત્ત સૈનિક ભારતીય થલસેના વિરસિંહ ગોહિલના હસ્તે ધ્વવંદન કરવામાં આવ્યું. જે બદલ નિવૃત્ત સૈનિક વિરસિંહ ગોહિલે શાળાના ટ્રસ્ટીઓ,આચાર્ય અને શિક્ષકોને આભાર વ્યક્ત કર્યો હતો.