ભારત વિકાસ પરિષદ ઍ સંકલ્પ સહયોગ સંસ્કાર સેવા અને સમર્પણ આ પાંચ સૂત્રોને ધ્યાનમાં રાખીને ધર્મ,સંસ્કૃતિ પ્રકૃતિ અને રાષ્ટ્રભાવના સાથે સેવા કાર્ય કરતી બીન રાજકીય સંસ્થા છે.ભારતીય પરિષદ કેશોદ શાખાને પાંચ વર્ષ પૂર્ણ થયાં અને છઠ્ઠા વર્ષમાં મંગલ પ્રારંભ થયો છે. ત્યારે પાંચમા વર્ષના અંતે પાંચમા વર્ષના વાર્ષિક લેખાંજોખા કરવા સાથે નવી કમિટીની રચના કરવામાં આવી હતી જેમાં પ્રમુખ તરીકે મહાવીર સિંહ જાડેજા, મંત્રી દિનેશ કાનાબાર, ખજનચી જયદિપ સોની અને ઉપ પ્રમુખ તરીકે રસીકભાઈ સોલંકી નાં નામની દરખાસ્ત કરવામાં આવી હતી આ ઉપરાંત વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું જેમાં ભારત વિકાસ પરિષદના 152 સભ્યોને આમંત્રણ આપી તેમની હાજરીમાં ગત વર્ષ દરમિયાન થયેલા વિવિધ સેવાકીય પ્રકલ્પોમાં થયેલા ખર્ચના હિસાબનું વાંચન થયું હતું તેમજ ગત વર્ષ દરમિયાન થયેલા વિવિધ કાર્યક્રમોના સહયોગીઓને યાદ કરવામાં આવ્યા હતા તેમજ આગામી વર્ષ માટે ભાવિ કાર્યક્રમ બાબતે ચર્ચાઓ કરવામાં આવી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રાંત કક્ષાએથી સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંત સંપર્ક પ્રમુખ હેમંતભાઈ દેકીવાડીયા તથા સંગઠન મંત્રી ડો. કિરીટભાઈ નંદાણિયા તેમજ વિભાગીય મંત્રી સુનિલભાઈ ધોળકિયા ઉપસ્થિત રહ્યા હતા.સાથે પ્રાત કક્ષાઍ ઉત્કૃષ્ઠ કામ કરી કેશોદનું ગૌરવ વધારનાર ડૉ સ્નેહલ તન્ના સાહેબ જિતેન્દ્રાભાઇ ધોળકિયા તથા ઉષાબેન હાંસલીયાએઍ ખાસ હાજરી આપી હતી.આ કાર્યક્રમની શરૂઆતમાં બધાએ હળવો નાસ્તો કરી વંદૅ માતરમ્ નું ગાન બાદ દીપ પ્રાગટ્ય સાથે કાર્યક્રમનો પ્રારંભ કર્યો હતો. કાર્યક્રમનિ શરુઆતમાં સંસ્થાના ઉપપ્રમુખ આર.પી. સોલંકી સાહેબ દ્વારા સ્વાગત સન્માન કરવામાં આવેલું હતું ત્યારબાદ મંત્રી દિનેશભાઈ કાનાભાઈ દ્વારા ગત વર્ષના કાર્યક્રમો બાબતે ચર્ચા કરેલી અને ખજાનચી શ્રી જયદિપભાઈ ઝાંઝમેંરીયા દ્વારા વિગતવાર આવક જાવક નો હિસાબ રજૂ કરવામાં આવેલો હતો. તેમજ પ્રાંત કક્ષાએથી આવેલા અધિકારીઓ દ્વારા આ સંસ્થાના સારા કાર્યોને યાદ કરી આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન જાણીતા ઉદઘોષક શ્રી ડો. ભુપેન્દ્રભાઈ જોશી દ્વારા કરવામાં આવેલું હતું કાર્યક્રમની અંતે પૂર્વ પ્રમુખ શજગમાલભાઈ નંદાણીયા દ્વારા ઉપસ્થિત સૌનું ઋણ શિકાર કરી કાર્યક્રમને પૂર્ણ જાહેર કરવામાં આવ્યું હતું.
રિપોર્ટ : અનિરૂધ્ધસિંહ બાબરીયા – કેશોદ