BANASKANTHAPALANPUR

કાંકરેજ તાલુકાના થરા સહિત ૬૦થી વધુ ગામો સૌરાષ્ટ્રની એસ.ટી. બસ સેવાથી વંચિત

26 મે વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લાના પશ્ચિમ વિસ્તારના કાંકરેજ તાલુકાની પ્રજાને આઝાદી પછી મેટ્રો બુલેટ ટ્રેનની વાતો વચ્ચે રેલ્વે સેવાનો લાભ તો મળ્યો નથી પણ સામાન્ય વાહન વ્યવહારની એસ.ટી. બસ સેવાથી અનેક ગામડા અને વિસ્તારો વંચિત છે.આ અંગે યશપાાલસિંહ ટી.વાઘેલાના જણાવ્યા અનુસાર કાંકરેજ તાલુકાનું વેપારી શૈક્ષણિક મથક થરા તથા તેની સાથે સંકળાયેલા ૬૦થી વધુ ગામોની પ્રજા રાજયમાં નવા બસ સ્ટોપો અને એસ.ટી. બસોના લોકાર્પણ વચ્ચે સૌરાષ્ટ્ર તરફની એસ ટી બસ સેવાથી વંચિત છે.આ બાબતે પૂર્વ શિક્ષણ રાજ્ય મંત્રી અને કાંકરેજના પૂર્વ ધારાસભ્ય કીર્તિસિંહ વાઘેલાને અવારનવાર રજૂઆત કરવામાં આવી ત્યારે એક બે દિવસ માટે પ્રજાનો ઉહાપો દુર કરવા દિયોદર એસ.ટી. ડેપો દ્વારા સૌરાષ્ટ્રની એક એસ ટી બસને લીલી ઝંડી બતાવી ચાલુ કરી બંધ કરી દીધી. હવે ધારાસભ્ય તરીકે કૉંગ્રેસના અમરતજી ઠાકોર આવ્યા છે જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે કીર્તિસિંહ વાઘેલા ત્યારે પ્રજા ઈચ્છે છે કે દિયોદર એસ ટી ડેપો દ્વારા કાયમી દિયોદર જૂનાગઢ સોમનાથ, દિયોદર વીરપુર, દીયોદર – રાજકોટ,દીયોદર – ભાવનગર,એસ ટી. બસ સેવા ચાલુ કરવામાં આવે.કાંકરેજ તાલુકાના ઘણાં ગામોમાં એસ ટી. બસ સેવાનો લાભ નહી મળતાં લોકો ખાનગી વાહનોમાં ઘેટાં બકરાંની જેમ મુસાફરી કરીને ઘણીવાર અકસ્માતમાં જીવ ગુમાવે છે. ત્યારે લોકસેવકો ચુંટણી ટાણે સક્રિય બનતા તેમના કાર્યકરો જિલ્લા સંકલનના અધિકારીઓ પ્રજાની આ મુશ્કેલી ધ્યાને લઈ સૌરાષ્ટ્ર ની એસ ટી બસ સેવા ચાલુ કરવામાં રસ લેશે ખરા કે પછી ચુંટણીમાં એક વધુ તમચારૂપ પ્રલોભન આપી..લોકદરબાર.. જેવા કાર્યક્રમોમાં ખોટા આંકડા રજૂ કરી પ્રજાની સેવા કર્યાનો ડોળ કરતા લોકસેવકો અધિકારીઓ લોકોની આ એસ. ટી બસ ની તકલીફ દુર કરશે ખરા ??

[wptube id="1252022"]
Back to top button