RAJKOT

એઈમટ્રોન ફાઉન્ડેશન સંસ્થાની પ્રવૃત્તિઓમાં “એઇમટ્રોન લાઇબ્રેરી” નામનું વધુ એક સેવાપંખ ઉમેરાશ

તા.૧૭/૬/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

એઈમટ્રોન ફાઉન્ડેશનના સ્વપ્નદ્રષ્ટા એવા અમેરિકા સ્થિતશ્રી મુકેશભાઈ વાસાણીની દીર્ઘદ્રષ્ટિ અને વતન પ્રત્યેનું ઋણ અદા કરવા સામાજિક-વિકાસ અર્થે આરોગ્ય, શિક્ષણ, સેલ્ફ ડિફેન્સ, સ્કિલ ટ્રેનીંગ, આર્ટક્રાફ્ટ જેવી પ્રવૃત્તિઓ દ્વારા મહિલાઓ, યુવાનો, બાળકોના સર્વાંગી વિકાસ માટે અનેકવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. સંસ્થાની પ્રવૃત્તિઓમાં “એઇમટ્રોન લાઇબ્રેરી”નામનું વધુ એક સેવાપંખ ઉમેરાય રહ્યું છે. તા. ૨૯/૦૭/૨૦૨૩ના રોજ પોપ્યુલર સ્કૂલ ખાતે “એઇમટ્રોન લાઇબ્રેરી” શરૂ થવા જઈ રહી છે. ત્રંબા ગામ માટે ખૂબ આનંદ અને ગૌરવની વાત છે કે અમેરિકાની સંસ્થા ગુજરાત રાજ્યના રાજકોટ જિલ્લાના કસ્તુરબા ધામ (ત્રંબા) જેવડા નાના ગામમાં લાઇબ્રેરી શરૂ કરી રહી છે.

ઐતિહાસિક, ભૌગોલિક,સામાજિક, નવલકથાઓ, ભારત અને અનેકવિધ દેશોનો ઇતિહાસ અને જીવન પ્રણાલી,UPSC અને GPSC ની પૂર્વ તૈયારીને લગત પુસ્તકોનો લાભ ગામ અને આસપાસમાં રહેતા ૫૦૦ થી વધુ વિદ્યાર્થીઓને આ લાઇબ્રેરી થકી મળશે. આ પુસ્તકોનો ઉપયોગ બાળકો, યુવાનો અને મહિલાઓ એક અઠવાડિયા માટે ઘરે લઈ જઈ શકશે. વાંચન થયા બાદ અઠવાડિયા પછી પુસ્તક જમા કરાવી મનપસંદ પુસ્તક લઈ જઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવશે. આ ઉપરાંત દૈનિક ન્યુઝ પેપર લાઇબ્રેરીમાં બેસીને લોકો વાંચી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવનાર છે.

સંસ્થાના મુકેશભાઈનું સ્પષ્ટ માનવું છે કે, “વાંચનથી વિચાર બદલાય છે, વિચારથી વ્યવહાર બદલાય છે, વ્યવહારથી વ્યક્તિ બદલાય છે અને જો વ્યક્તિ બદલાય તો સમાજ આપોઆપ બદલાય છે.” આવા ઉમદા વિચાર ધરાવતા એઈમટ્રોન ફાઉન્ડેશનના સ્વપ્નદ્રષ્ટા શ્રી મુકેશભાઈ આગામી તારીખ – ૨૯/૦૭/૨૦૨૩ના રોજ ભારત આવી રહ્યા છે ત્યારે પોપ્યુલર સ્કૂલ ત્રંબા ખાતે શ્રી મુકેશભાઈ વાસાણીના હસ્તે એઇમટ્રોન લાઈબ્રેરીનું લોકાર્પણ કરવામાં આવશે. આ ઉમદા કાર્યથી ગામના બાળકોનાં માનસિક વિકાસ અને ઘડતરમાં ખૂબ આશીર્વાદ રૂપ બનશે.

[wptube id="1252022"]
Back to top button