BANASKANTHAGUJARATPALANPUR
સમતા વિદ્યાવિહાર પ્રાથમિક શાળા પાલનપુરમાં આજે વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું


12 ઓગસ્ટ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
બનાસકાંઠા જિલ્લા વણકર સમાજ કેળવણી મંડળ પાલનપુર સંચાલિત સમતા વિદ્યાવિહાર પ્રાથમિક શાળામાં આજે વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું તેમાં પ્રાથમિક શાળાના તમામ સ્ટાફના માર્ગદર્શન હેઠળ ધોરણ 1 થી 8ના તમામ વિદ્યાર્થીઓએ ભાગ લીધો,જેમાં વિદ્યાર્થીઓએ પોતાના ઘરેથી વિવિધ સાત્વિક વાનગીઓ જેવી કે, બીટનોહલવો,દાળવડા,પનીરનુંશાક,કટલેસ,દુધીનો હલવો,રબડી, ખમણ, વગેરે વાનગીઓ દરેક વિદ્યાર્થીઓ પોતાના ઘરેથી તૈયાર કરીને લાવ્યા હતા. સ્પર્ધામાં ભાગ લેનાર બાળકોને પ્રથમ, દ્વિતીય, અને તૃતીય નંબર આપીને પ્રોત્સાહીત કર્યા. ત્યારબાદ દરેક વિદ્યાર્થીઓએ ઘરેથી જે વાનગી બનાવીને લાવ્યા હતા તેનું સમૂહમાં ભોજન ગ્રહણ કર્યું હતું.
[wptube id="1252022"]









