GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીના ઘુંટુ ગામે કેમિકલનું ટેન્કર ખાલી કરવા પ્રકરણમાં ફાર્મા કંપનીને ક્લોઝર નોટિસ

MORBI:મોરબીના ઘુંટુ ગામે કેમિકલનું ટેન્કર ખાલી કરવા પ્રકરણમાં ફાર્મા કંપનીને ક્લોઝર નોટિસ

જાણવા મળતી વિગતો અનુસાર, ઘુંટુ ગામમાં કેમિકલયુક્ત ઠલવાઈ રહેલા ટેન્કરને ગ્રામજનોએ ઝડપીને પોલીસને સોંપ્યું હતું. બાદમાં ગ્રામજનોએ જીપીસીબીની ઓફિસે પહોંચી ઉગ્ર રજૂઆતો પણ કરી હતી. આ મામલે ધારાસભ્યની ઓડિયો કલીપ પણ વાયરલ થઈ હતી.બાદમાં જીપીસીબીએ ઊંચી માંડલ નજીક આવેલ ક્રિસાન્જ ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝ નામની કંપનીમાં તપાસ પણ હાથ ધરી હતી. જ્યાંની પ્રોડક્ટ અને કેમિકલ એક જ હોવાનું જણાય આવ્યું હતું. જેથી જીપીસીબીએ આ કંપનીને ક્લોઝર નોટિસ આપી છે. આ સાથે પીજીવીસીએલ કંપનીનું વીજ કનેક્શન પણ કાપી નાખ્યું હોવાનું અધિકારી જણાવી રહ્યા છે.
[wptube id="1252022"]








